IPL ફાઇનલ માટે KKR પાસે છે આ 'બ્રહ્માસ્ત્ર', જેની સામે ભલભલા બેટરના પણ ધ્રૂજવા લાગે છે પગ

Updated: May 25th, 2024


Google NewsGoogle News
IPL ફાઇનલ માટે KKR પાસે છે આ 'બ્રહ્માસ્ત્ર', જેની સામે ભલભલા બેટરના પણ ધ્રૂજવા લાગે છે પગ 1 - image


Image Source: Twitter

KKR vs SRH: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024નો ફાઈનલ મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે થશે. બંને ટીમ 26 મે ના રોજ ચેન્નાઈના ચેપોકમાં એક-બીજા સામે ટકરાશે. KKR અને સનરાઈઝર્સ વચ્ચે પ્રથમ ક્વોલિફાયરમાં પણ ટક્કર થઈ હતી પરંતુ અહીં શ્રેયસ અય્યરની ટીમે બાજી મારતા સનરાઈઝર્સને બીજી ક્વોલિફાયર રમવા માટે મજબૂર કરી હતી. જોકે, હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. પેટ કમિન્સની કેપ્ટનશિપમાં સનરાઈઝર્સે દમદાર વાપસી કરતા ફાઈનલમાં પોતાનું સ્થઆન બનાવી લીધું છે. 

મિચેલ સ્ટાર્ક અને ટ્રેવિસ હેડ ફરી એકવાર આમને-સામને

ફાઈનલ પહેલા સનરાઈઝર્સ સામે એક મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે. ટીમના તોફાની ઓપનર બેટ્સમેન ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા છેલ્લી કેટલીક મેચોથી પોતાની લયમાં નથી. ખાસ કરીને ટ્રેવિસ હેડ રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. રાજસ્થાન સામેની મેચમાં હેડે 28 બોલમાં માત્ર 32 રન બનાવ્યા હતા. જ્યારે હેડ ક્વોલિફાયર-1માં પોતાનું ખાતું પણ નહોતો ખોલાવી શક્યો. મિચેલ સ્ટાર્કે તેને બોલ્ડ કર્યો હતો. આવી સ્થિતિમાં મિચેલ સ્ટાર્ક અને ટ્રેવિસ હેડ ફરી એકવાર આમને-સામને આવાના છે.

બંને ખેલાડીઓ એકબીજા સામે અલગ-અલગ મેચમાં 5 વખત ટકરાયા

મિચેલ સ્ટાર્ક સામે ટ્રેવિસ હેડ બેટિંગ નથી કરી શક્યો. બંને ખેલાડીઓ એકબીજા સામે અલગ-અલગ મેચમાં 5 વખત ટકરાયા છે, જેમાં સ્ટાર્કે 4 વખત ટ્રેવિસ હેડને ડક પર આઉટ કર્યો છે. પાંચ મેચમાં સ્ટાર્ક સામે ટ્રેવિસ હેડ માત્ર 1 રન જ બનાવી શક્યો છે. વર્ષ 2015માં સ્ટાર્કે હેડને ત્રણ વખત આઉટ કર્યો હતો.

ત્યારબાદ વર્ષ 2017ના શેફીલ્ડ શિલ્ડ સ્પર્ધામાં સ્ટાર્કે ટ્રેવિસ હેડને ઝીરોના સ્કોર પર આઉટ કર્યો હતો. બીજી તરફ હવે IPL 2024માં તેણે લેન્થ બોલથી સ્ટાર્કે ટ્રેવિસ હેડની વિકેટ ઝડપી છે. આવી સ્થિતિમાં હવે ફાઈનલમાં ફરી એક વખત બંને એકબીજા સામે મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે. સનરાઈઝર્સ માટે આ સિઝનમાં ટ્રેવિસ હેડ સૌથી વધુ સ્કોર બનાવનારા બેટ્સમેનમાંથી એક છે. 


Google NewsGoogle News