KKR સામે હારવા છતાં RCBએ રચી દીધો ઈતિહાસ , T20 ક્રિકેટમાં બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ

Updated: Apr 22nd, 2024


Google NewsGoogle News
KKR સામે હારવા છતાં RCBએ રચી દીધો ઈતિહાસ , T20 ક્રિકેટમાં બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ 1 - image
Image Twitter 

KKR vs RCB IPL 2024:  કોલકત્તા નાઈટ રાઈડર્સે છેલ્લા બોલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 1 રને પરાજય આપ્યો છે. આ હાર છતાં RCB ટીમે ઈતિહાસ રચી દીધો. ફાફ ડુપ્લેસીની આગેવાની હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 21 એપ્રિલ, રવિવારે સાંજે IPL 2024ની 36મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ રોમાંચક મેચમાં KKRનો માત્ર 1 રનથી જીત મેળવી હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે T20 ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર પર ઓલઆઉટ થવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. KKR દ્વારા મળેલા 223 રનના ટાર્ગેટનો પીછો કરતાં  RCB 221 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. RCBની છેલ્લી વિકેટ મેચના છેલ્લા બોલ પર પડી હતી. 

T20 ક્રિકેટમાં આ પહેલા સૌથી વધુ ટોટલ પર ઓલઆઉટ થવાનો વર્લ્ડ રેકોર્ડ શ્રીલંકા આર્મીના નામે હતો, જે 2018માં નેગોમ્બો સીસી વેલિસારા સામે 218 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

T20 ક્રિકેટમાં હાઈએસ્ટ ઓલઆઉટ સ્કોર :

221 આરસીબી - કેકેઆર,  કોલકાતા 2024

218 એસએલ આર્મી - નેગેમ્બો સીસી, વેલિસારા 2018

217 કેન્ટ- ગ્લુસેસ્ટરશાયર, ગ્લુસેસ્ટર 2015

215 સરે - ગ્લેમોર્ગન ધ ઓવલ, 2015

IPL 2024માંથી બહાર થનારી પહેલી ટીમ બની RCB, સમજો આખુ સમીકરણ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ સાથે IPLમાં રનના માર્જીનથી પોતાની સૌથી નાની હાર નોંધાવી હતી. IPLના 16 વર્ષના ઈતિહાસમાં RCB ક્યારેય 1 રનના માર્જિનથી મેચ હાર્યું નથી, તેના કરિયરમાં આ પ્રકારની પહેલી ઘટના છે. જોકે, ટીમ 2 રનથી એકવાર, 4 રનથી એકવાર અને 5 રનથી બે વાર હારનો સામનો કરવો પડ્યો છે.

IPLમાં RCB માટે રનના માર્જિનથી નજીકની હાર 

1 રન  Vs કેકેઆર કોલકાતા 2024

2 રન  Vs કેકેઆર શારજાહ 2014

4 રન  Vs એસઆરએચ અબુ ધાબી 2021

5 રન  Vs કેકેઆર કોલકાતા 2008

5 રન  Vs એસઆરએચ હૈદરાબાદ 2018


Google NewsGoogle News