સતત 2 મેચ જીતવા છતાં KKRને લાગ્યો ચૂનો! IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીને વિકેટના ફાંફા

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
સતત 2 મેચ જીતવા છતાં KKRને લાગ્યો ચૂનો! IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીને વિકેટના ફાંફા 1 - image
Image:IANS

Mitchell Starc : IPL 2024ની 10મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ મેચમાં KKRએ RCBને 7 વિકેટે હરાવી IPL 2024માં સતત બીજી જીત મેળવી હતી. બે જીત પછી પણ એવું લાગી રહ્યું છે કે KKRને 25 કરોડનો ચૂનો લાગ્યો છે. IPL ઓક્શનમાં KKRએ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો બોલર બન્યો હતો. પરંતુ તે હાલ એક-એક વિકેટ માટે તરસી રહ્યો છે. 

સ્ટાર્કે 8 ઓવરમાં 100 રન ખર્ચ્યા

સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની પ્રથમ મેચમાં SRHના બેટરોએ મિચેલ સ્ટાર્કની 4 ઓવરમાં 53 રન બનાવ્યા હતા, પરંતુ તેને એકપણ વિકેટ મળી હતી. આ પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટરોએ સ્ટાર્કની 4 ઓવરમાં 47 રન બનાવ્યા, આ વખતે પણ મિચેલ સ્ટાર્કને વિકેટ મળી ન હતી. આ સિઝનમાં અત્યાર સુધી મિચેલ સ્ટાર્કે 2 મેચની 8 ઓવરમાં 100 રન ખર્ચ્યા છે, પરંતુ તે એક પણ વિકેટ લઈ શક્યો નથી. 

સ્ટાર્ક ખરાબ રીતે ફ્લોપ રહ્યો

સ્ટાર્કના બોલ પર વિપક્ષના બેટરો જે રીતે સરળતાથી રન બનાવી રહ્યા છે, તેનાથી સતત સવાલો ઉભા થઈ રહ્યા છે. ક્રિકેટ ચાહકોનું કહેવું છે કે મિચેલ સ્ટાર્ક તેની ખરાબ બોલિંગથી કોલકાતા નાઈટ રાઈડર્સને ચૂનો લગાવી રહ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે મિચેલ સ્ટાર્ક પર ખૂબ પૈસા ખર્ચ્યા હતા, પરંતુ આ બોલર ખરાબ રીતે ફ્લોપ થઈ રહ્યો છે.

સતત 2 મેચ જીતવા છતાં KKRને લાગ્યો ચૂનો! IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીને વિકેટના ફાંફા 2 - image


Google NewsGoogle News