KKRની ટીમે IPL ઓક્શનમાં કરી મોટી ભૂલ, હવે કેપ્ટન કોને બનાવવો એ જ માથાનો દુઃખાવો
Image: Facebook
IPL 2025: આઈપીએલ 2025 માટે ઓક્શન પૂર્ણ થઈ ચૂક્યું છે. ગયા વર્ષની વિજેતા કેકેઆર પણ ઓક્શન દરમિયાન ઉત્સાહભેર ભાગ લેતાં નજર આવી. ફ્રેંચાઈઝીએ આગામી સિઝન માટે એકથી એક વિજેતા ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યાં પરંતુ આગામી સિઝનમાં ટીમની અધ્યક્ષતા કોણ કરશે? એવો કોઈ અનુભવી કેપ્ટન ટીમમાં નજર આવી રહ્યો નથી.
રોવમેન પૉવેલ
રોવમેન પૉવેલની પાસે વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ ટીમની મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં અધ્યક્ષતા કરવાનો અનુભવ છે. જો ફ્રેંચાઈઝી તેને ટીમની કમાન આપે છે તો તે કેકેઆરને એક વખત ફરીથી ચેમ્પિયન બનાવી શકે છે. પોવેલ વેસ્ટઈન્ડિઝ માટે ટી20માં અત્યાર સુધી કુલ 88 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેના બેટથી 76 ઈનિંગમાં 25.83ની સરેરાશથી 1679 રન નીકળ્યા છે. બોલિંગ દરમિયાન તેને 14 ઈનિંગમાં પાંચ સફળતા મળી છે. આઈપીએલમાં તે 26 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેના બેટથી 360 રન આવ્યા છે.
ક્વિંટન ડી કૉક
બીજું મોટું નામ આફ્રિકી વિકેટકીપર સલામી બેટ્સમેન ક્વિંટન ડી કૉકનું આવે છે. ડી કૉક ટી20 ફોર્મેટમાં આફ્રિકાની કમાન સંભાળી ચૂક્યો છે. ફ્રેંચાઈઝી જો તેની પર વિશ્વાસ વ્યક્ત કરે છે તો તે આ જવાબદારીને સારી રીતે નિભાવી શકે છે. આઈપીએલમાં તેને એક લાંબા સમય સુધી હાજર રહેવાનો અનુભવ પણ છે.
આ પણ વાંચો: પૃથ્વી શૉ IPL ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો તો રિકી પોન્ટિંગ અને મોહમ્મદ કૈફનું તૂટ્યું દિલ, જાણો શું કહ્યું......
રિંકૂ સિંહ
તાજેતરમાં જ સંપન્ન થયેલી યુપી ટી20 લીગ 2024માં રિંકૂ સિંહે મેરઠની કેપ્ટનશિપ કરી હતી. તેની અધ્યક્ષતામાં ટીમનું પ્રદર્શન પણ પ્રશંસનીય રહ્યું હતું. એટલું જ નહીં ટુર્નામેન્ટ દરમિયાન કેપ્ટનશિપની જવાબદારી હોવા છતાં પણ તેના વ્યક્તિગત પ્રદર્શન પર કોઈ અસર પડી નહીં. દરમિયાન ફ્રેંચાઈઝી સમગ્ર દુનિયાને ચોંકાવતાં તેને મોટી જવાબદારી આપી શકે છે.
આઈપીએલ 2025 માટે કેકેઆરની ટીમ
રિંકૂ સિંહ, વરુણ ચક્રવર્તી, સુનીલ નરેન, આંદ્રે રસેલ, હર્ષિત રાણા, રમનદીપ સિંહ, વેંકટેશ અય્યર, ક્વિંટન ડી કૉક, રહેમાનુલ્લાહ ગુરબાઝ, એનરિક નોર્ખિયા, અંગકૃષ રઘુવંશી, વૈભવ અરોરા, મયંક મારકંડે, રોવમેન પૉવેલ, મનીષ પાંડે, સ્પેન્સર જોનસન, લવનિથ સિસોદિયા, અજિંક્ય રહાણે, અનૂકૂલ રૉય, મોઈન અલી અને ઉમરાન મલિક.