Get The App

કિંગ કોહલીએ બે વિરાટ રેકોર્ડ બનાવી IPL રચ્યો ઈતિહાસ, દિલ્હી સામેની મેચમાં મેળવી સિદ્ધિ

વિરાટ કોહલીએ આ સિઝનમાં 9 મેચમાં 376 રન બનાવ્યા છે

IPL 2023માં વિરાટ કોહલી જબરદસ્ત ફોર્મમાં છે

Updated: May 7th, 2023


Google NewsGoogle News
કિંગ કોહલીએ બે વિરાટ રેકોર્ડ બનાવી IPL રચ્યો ઈતિહાસ, દિલ્હી સામેની મેચમાં મેળવી સિદ્ધિ 1 - image
Image : Twitter

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં બે મોટી સિદ્ધિ મેળવી છે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ IPL 2023ની 50મી મેચમાં 12 રન પૂરા કર્યા તે સાથે જ ઈતિહાસ રચ્યો હતો. વિરાટ કોહલી IPLમાં 7 હજાર રન કરનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ સાથે તે એક જ ટીમ માટે એક જ ટૂર્નામેન્ટમાં T20 ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ક્રિકેટર બન્યો છે. આ ઉપરાંત તેણે દિલ્હી સામે પણ 1 હજાર રન પુરા કર્યા છે.

રોહિત શર્મા ફરી શૂન્ય પર આઉટ થયો, હિટમેને નોંધાવ્યો IPL ઇતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ

વિરાટ કોહલી IPL 2023માં જબરદસ્ત ફોર્મમાં છે

દિલ્હી કેપિટલ્સ સામેની મેચ પહેલા વિરાટ કોહલીએ 233 IPL મેચોમાં 36.61ની એવરેજથી 6988 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી IPL 2023માં જબરદસ્ત ફોર્મમાં છે. તેણે ચાલુ સિઝનમાં 9 મેચમાં 376 રન બનાવ્યા છે. IPLમાં સૌથી વધુ રન બનાવનાર વિરાટ કોહલીના નામે એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ છે. તેણે IPL 2016માં 973 રન બનાવ્યા હતા જે આજે પણ એક રેકોર્ડ છે. કોહલીએ IPLમાં 5 સદી અને 46 ફિફ્ટી પણ નોંધાવી છે. વિરાટનો શ્રેષ્ઠ સ્કોર 113 છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન વિરાટ કોહલીએ ગઈકાલે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે પણ 1 હજાર રન પૂરા કર્યા હતા. વિરાટે 46 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 55 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી દિલ્હી કેપિટલ્સ સામે 1 હજાર રન પૂરા કરનાર પણ પ્રથમ ખેલાડી બન્યો હતો. 

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

કોહલી IPL 2021માં  6 હજાર રન પૂરા કર્યા હતા

કોહલી IPL 2021માં T20 લીગમાં 6 હજાર રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. IPL 2019માં 5 હજાર રન કરનાર સુરેશ રૈના પછી તે બીજો બેટ્સમેન બન્યો હતો. IPLમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેનોની યાદીમાં કોહલી બાદ શિખર ધવનનો નંબર આવે છે. પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને 213 મેચમાં 6536 રન બનાવ્યા છે. ડેવિડ વોર્નર 6189 રન સાથે ત્રીજા સ્થાને છે. વોર્નરે માત્ર 172 મેચ રમી છે. રોહિત શર્મા 6063 અને સુરેશ રૈના 5528 અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે. રૈનાએ હવે T20 લીગમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.


Google NewsGoogle News