VIDEO: IPLની મેચ દરમિયાન સિગારેટ પીતા કેમેરામાં કેદ થયા શાહરૂખ ખાન, ફેન્સ ગુસ્સે

આઈપીએલ 2012માં પણ શાહરૂખ ખાન સિગારેટ પીતા પકડાયા હતા

Updated: Mar 24th, 2024


Google NewsGoogle News
VIDEO: IPLની મેચ દરમિયાન સિગારેટ પીતા કેમેરામાં કેદ થયા શાહરૂખ ખાન, ફેન્સ ગુસ્સે 1 - image


IPL 2024: આઈપીએલ 2024ની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) આ સીઝનની શરૂઆત જીત સાથે કરી છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે શનિવારે રમાયેલી કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ની વચ્ચેની મેચમાં યજમાન ટીમે રોમાંચક મેચમાં એસઆરએચને ચાર રને હરાવ્યું હતું. શાહરૂખ ખાન પણ કેકેઆરને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ દરમિયાન શાહરૂખ ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહી છે, જેમાં તે સિગારેટ પીતા જોઈ શકાય છે. શાહરૂખ ખાનને આ રીતે સ્મોકિંગ કરતા જોઈને ફેન્ચ ગુસ્સે થયા હતા.

અગાઉ પણ કિંગ ખાન સ્ટેડિયમમાં સિગારેટ પીતા જોવા મળ્યા

શાહરૂખ ખાન ચેઈન સ્મોકર છે. તે અગાઉ પણ સ્ટેડિયમમાં સિગારેટ પીતો જોવા મળ્યા હતા. આઈપીએલની 2012 સીઝનમાં પણ શાહરૂખ ખાન સિગારેટ પીતા પકડાયા હતા. શાહરૂખ ખાન જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સિગારેટ પીતા જોવા મળ્યા હતા. ત્યારબાદ આ મામલે જયપુર કોર્ટમાં તેની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ સાથે વાનખેડે સ્ટેડિયમમાં શાહરૂખ ખાને પણ ઝઘડો કર્યો હતો. જેના કારણે તેના વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. 

આન્દ્રે રસેલની તોફાની બેટિંગ

કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને ચાર રનથી પરાજય આપ્યો હતો. શનવારે ઈડન ગાર્ડન્સમાં રમાયેલી આ મેચમાં કેકેઆરે  એસઆરએચને જીતવા માટે 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો તેની સામે હૈદરાબાદની ટીમ સાત વિકેટે 204 રન કરી શકી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ માટે હેનરિક ક્લાસેને 29 બોલમાં 63 રન બનાવ્યા હતા. પરંતુ તે પોતાની ટીમને જીતાડી શક્યો નહતો. આ મેચમાં આન્દ્રે રસેલે કેકેઆર માટે બેટ અને બોલથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. આન્દ્રે રસેલે 25 બોલમાં અણનમ 63 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા અને સાત છગ્ગા સામેલ છે.

નોંધ: ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે


Google NewsGoogle News