હાર્દિક પંડ્યાના કેપ્ટન બન્યા બાદથી MIમાં શરૂ થયો ડખો? પૂર્વ ખેલાડીએ પોસ્ટ શેર કરીને નારાજગી વ્યક્ત કરી
ગુજરાત ટાઈટન્સે હાર્દિક પંડ્યાને વર્ષ 2022ના મેગા ઓક્શનમાં 15 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
મુંબઈ ઇન્ડિયન્સ રોહિત શર્માના નેતૃત્ત્વ હેઠળ 5 વખત IPL ચેમ્પિયન બની છે
Image:Social Media |
Kieron Pollard : મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં IPL 2024 પહેલા મોટો ફેરફાર જોવા મળ્યો હતો. મુંબઈની ફ્રેન્ચાઈઝીએ IPL 2024ની ટુર્નામેન્ટ પહેલા હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કર્યા બાદ રોહિત શર્માને કેપ્ટનશીપમાંથી હરાવીને હાર્દિકને ટીમની કમાન સોંપી હતી, જેના કારણે ચાહકોએ ખુબ જ નારાજગી વ્યક્ત કરી હતી. હવે મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ ખેલાડી અને છેલ્લી સિઝનમાં કોચિંગ સ્ટાફમાં સામેલ રહેલા વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ દિગ્ગજ ખેલાડી કીરોન પોલાર્ડે પણ નારાજગી વ્યક્ત કરી છે.
પોલાર્ડે વ્યક્ત કરી નારાજગી
કીરોન પોલાર્ડે કોઈનું નામ ન લેતા ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી, જેમાં લખ્યું હતું, ‘એકવાર વરસાદ સમાપ્ત થઇ જાય તો પછી છત્રી બધા માટે બોજ બની જાય છે. આવી જ રીતે વફાદારી પણ સમાપ્ત થઇ જાય છે જયારે ફાયદો બંધ થઇ જાય છે.’ જો કે પોલાર્ડે સ્ટોરીમાં વફાદારીની વાત કોના માટે કહી છે તે સ્પષ્ટ કરી ન હતી. પરંતુ ચાહકો તેની સ્ટોરીને મુંબઈ ઇન્ડિયન્સના નવા કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે જોડી રહ્યા છે.