'100 મીટરનો છગ્ગો લગાવવા પર ગણાશે 12 રન, ક્રિકેટમાં આવવાનો છે નવો નિયમ', પૂર્વ કેપ્ટનનો દાવો
ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા પણ આવી દલીલ કરી ચુક્યો છે
Image: File Photo |
Batter Should Get 12 Runs If He Hits Six Over 100 Meters : ક્રિકેટમાં દરરોજ નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સાથે સાથે લીગ ક્રિકેટમાં એવા નવા નિયમો આવ્યા છે જેના કારણે ક્રિકેટની રમત વધુ રસપ્રદ બની છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને ફરી એકવાર આ મુદ્દો આગળ ધપાવ્યો છે કે જો બેટ્સમેને 100 કે તેથી વધુ મીટર દૂર છગ્ગો માર્યો હોય તો તેને 6થી વધુ રન મળવા જોઈએ.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટને પણ કરી હતી દલીલ
ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા પણ આવી દલીલ કરી ચુક્યો છે. તેણે કહ્યું હતું કે, “ક્રિકેટની રમતને વધુ રસપ્રદ બનાવવા ICCએ આ પ્રકારના નિયમોને લાગુ કરવા જોઈએ કે જો બેટ્સમેન 100 મીટર દૂર છગ્ગો મારે છે તો તેને 10 રન મળવા જોઈએ.” હવે કેવિન પીટરસને પણ આવું જ નિવેદન આપ્યું છે કે, “બેટ્સમેનને તે છગ્ગા માટે 12 રન મળવા જોઈએ.”
2 years I mentioned on commentary that I think a batter should get a 12 if he hits a six over 100m.
— Kevin Pietersen🦏 (@KP24) January 20, 2024
That rule is on its way………………
"જો કોઈ બેટ્સમેન 100 મીટરથી વધુ લાંબો છગ્ગો મારે તો 12 રન મળવા જોઈએ"
કેવિન પીટરસને એક એક્સ પોસ્ટમાં લખ્યું, "બે વર્ષ પહેલા મેં કોમેન્ટ્રીમાં કહ્યું હતું કે મને લાગે છે કે જો કોઈ બેટ્સમેન 100 મીટરથી વધુ લાંબો છગ્ગો મારે છે તો તેને 12 રન મળવા જોઈએ. તે નિયમ હવે આવવાનો છે." જો કે હજુ સુધી કોઈ ક્રિકેટ બોડીએ આવું કંઈ કર્યું નથી.