કેશવ મહારાજ મેદાનમાં આવે છે ત્યારે જ કેમ 'રામ સિયા રામ' વગાડવામાં આવે છે?, જાતે જ કર્યો ખુલાસો
વિરાટ કોહલીનો હાથ જોડીને ધનુષ ચલાવવાનો ઈશારો કરતો વીડિયો વાયરલ થયો હતો
Image:Social Media |
Keshav Maharaj : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ODI અને ટેસ્ટ સીરિઝ દરમિયાન જયારે સાઉથ આફ્રિકા ટીમનો દિગ્ગજ ઓલરાઉન્ડર કેશવ મહારાજ મેદાનમાં આવતો ત્યારે બેકગ્રાઉન્ડમાં ‘રામ સિયા રામ’ ગીત વાગતું હતું. આ ગીત વાગવા પાછળના કારણનો ખુલાસો કરતા કેશવે જણાવ્યું હતું કે, ‘મેં મીડિયાને આ ગીત વગાડવા માટે વિનંતી કરી હતી.’
‘મેં મીડિયાને વિનંતી કરી હતી કે…’
કેશવ મહારાજે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, "સ્વાભાવિક છે કે, કંઈક એવું છે જે મેં મીડિયાની સામે મૂક્યું અને તે ગીત વગાડવાની વિનંતી કરી. મારા માટે, ભગવાન મારો સૌથી મોટો આશીર્વાદ છે, જે મને માર્ગદર્શન અને તકો આપે છે. તેથી જ કંઈક છે, જે ખૂબ ઓછું છે. પરંતુ હું તે કરી શકું છું અને તે તમને તમારા ક્ષેત્રમાં આગળ લઇ જાય છે. મેદાનમાં ચાલતી વખતે બેકગ્રાઉન્ડમાં 'રામ સિયા રામ' વાગતું સાંભળવું એ સારી લાગણી છે."
Virat Kohli pulled a bow string posing like Ram ji and folded hands when "Ram Siya Ram" Bhajan was played during #INDvsSA test at Newlands just as Keshav Maharaj came out to bat. #ViratKohli𓃵 #SAvsIND #AUSvPAK test is nothing but one-sided test series. India is giving a fight! pic.twitter.com/pP9uUz6nCl
— Shubh (@shubh_sengupta) January 3, 2024
વિરાટ કોહલીનો હાથ જોડીને ધનુષ ચલાવવાનો ઈશારો કરતા વીડિયો થયો હતો વાયરલ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ટેસ્ટ સીરિઝ દરમિયાન એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કે.એલ રાહુલ કેશવ મહારાજને પૂછે છે કે તમે જયારે પણ બેટિંગ કરવા આવો છો ત્યારે ‘રામ સિયા રામ’ ગીત વગાડવામાં આવે છે, જેના જવાબમાં કેશવે માથું હલાવીને હાં કહ્યું હતું. આવી જ રીતે વિરાટ કોહલીનો હાથ જોડીને ભગવાન રામની જેમ ધનુષ ચલાવવાનો ઈશારો કરતા વીડિયો પણ વાયરલ થયો હતો.