Get The App

સાત વર્ષથી ટીમ ઈન્ડિયામાં મોકો મેળવવા તરસી રહ્યો છે આ ખેલાડી, કરિયરની ત્રીજી જ ટેસ્ટ મેચમાં ફટકારી હતી સદી

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
સાત વર્ષથી ટીમ ઈન્ડિયામાં મોકો મેળવવા તરસી રહ્યો છે આ ખેલાડી, કરિયરની ત્રીજી જ ટેસ્ટ મેચમાં ફટકારી હતી સદી 1 - image


Image Source: Twitter

Karun Nair: ભારતનો એક ક્રિકેટર એવો છે જેનું કરિયર રાજનીતિનો શિકાર બની જતાં લગભગ ખતમ થવાના આરે છે. આ ક્રિકેટરે તેની ત્રીજી ટેસ્ટ મેચમાં ત્રેવડી સદી ફટકારી હતી, પરંતુ તેમ છતાં તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી લગભગ ખતમ થઈ ગઈ છે. જો આ ખેલાડીને તક મળી હોત તો તે આજે ટીમ ઈન્ડિયાના સૌથી મોટા સ્ટાર ક્રિકેટર્સમાં સામેલ હોત. તો ચાલો આજે એક નજર આ ક્રિકેટર પર કરીએ.

ભારતનો સૌથી બદનસીબ ક્રિકેટર

ભારતીય બેટ્સમેન કરુણ નાયરે પોતાની ટેસ્ટ કરિયરની ત્રીજી જ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમ સામે ત્રેવડી સદી ફટકારી હતી. આવો રેકોર્ડ આ પહેલા વીરેન્દ્ર સેહવાગ સિવાય કોઈ ભારતીય બેટ્સમેન નહોતો બનાવી શક્યો. આ ત્રેવડી સદી પછી જ કરુણ નાયરની કારકિર્દીનું કાઉન્ટડાઉન શરૂ થયું હતું. કરુણ નાયર છેલ્લે માર્ચ 2017માં ટીમ ઈન્ડિયા તરફથી રમતા જોવા મળ્યો હતો. ત્રેવડી સદી ફટકારવી એ દરેક ટેસ્ટ સ્પેશિયાલિસ્ટનું સપનું હોય છે. પરંતુ એવું લાગી રહ્યું હતું કે, તેના યોગદાનને ભારતીય સિલેક્ટર્સ સંપૂર્ણપણે ભૂલી ગયા છે.

સાત વર્ષથી ટીમ ઈન્ડિયામાં મોકો મેળવવા તરસી રહ્યો છે

કરુણ નાયરને ઈંગ્લેન્ડ સામે 2018માં રમાયેલી ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ સમગ્ર પ્રવાસ દરમિયાન તેને એક પણ મેચમાં રમાડવામાં નહોતો આવ્યો. કરુણ નાયરે ભારતીય ટીમના તત્કાલીન કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી પર મોટા આરોપો લગાવ્યા હતા. કરુણ નાયરે કહ્યું હતું કે, મને ઈંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ એક પણ મેચમાં મને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ નહોતો કરવામાં આવ્યો. આ દરમિયાન કોચ, કેપ્ટન કે સિલેક્ટર્સ કોઈએ મને એનું કારણ નહોતું આપ્યું કે, હું ટીમમાંથી કેમ બહાર છું. મારી સાથે કોઈએ કંઈ વાત ન કરી. ભારતીય ઓપનર મુરલી વિજયે પણ સિલેક્ટર્સ પર સવાલ ઉઠાવ્યા હતા. મુરલી વિજયે કહ્યું હતું કે, સિલેક્ટર્સો વચ્ચે વાતચીતનો અભાવ છે. તેઓ ખેલાડીઓને બહાર કરવા પર તેમની ખામી નથી જણાવતા. તેથી અમને પણ ખબર નથી પડતી કે, પસંદગીનો માપદંડ શું છે.

આ પણ વાંચો: ત્રેવડી સદી ફટકારનારા આ ક્રિકેટરને ટીમ ઇન્ડિયા ભૂલી ગઈ, હવે તેણે ફરી ફટકારી T20 સેન્ચ્યુરી

ચેન્નાઈમાં ત્રેવડી સદી ફટકારી હતી

જ્યારે કરુણ નાયરે ચેન્નાઈમાં ઈંગ્લેન્ડ સામે ત્રેવડી સદી ફટકારી ત્યારે એવું લાગતું હતું કે, કરુણ નાયર લાંબી રેસનો ઘોડો છે, પરંતુ એવું જોવા ન મળ્યું. ત્રેવડી સદી ફટકાર્યા બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આવું એટલા માટે થયું કારણ કે ટીમ ઈન્ડિયાના તત્કાલિન કેપ્ટન વિરાટ કોહલી અજિંક્ય રહાણેને ટીમમાંથી બહાર કરવા નહોતો માંગતો. અજિંક્ય રહાણેને તક આપવાના ચક્કરમાં કરુણ નાયરને બહાર થવું પડ્યું હતું. જો કરુણ નાયરને વધુ તક આપવામાં આવી હોત તો તે ભારતનો મોટો ક્રિકેટ સ્ટાર બની શક્યો હોત.

ટીમ ઈન્ડિયા માટે માત્ર 6 ટેસ્ટ મેચ જ રમ્યો છે

કરુણ નાયરે નવેમ્બર 2016માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને ત્યાર બાદ તે છેલ્લે માર્ચ 2017માં ઓસ્ટ્રેલિયા સામે રમતા નજર આવ્યો હતો. તેણે પોતાની કારકિર્દીમાં માત્ર 6 ટેસ્ટ મેચ રમી છે અને 62.33ની એવરેજથી 374 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેનો હાઈ સ્કોર 303 રન છે. જો કે, નાયરને ખુદને એ વાતનો અંદાજ નહીં હોય કે, શા માટે તેને તેના શાનદાર પ્રદર્શન બાદ પણ ટીમમાં મહત્વ આપવામાં નથી આવી રહ્યું. 

સિલેક્ટર્સ નથી આપી રહ્યા કોઈ તક

કરુણ નાયરને ઈંગ્લેન્ડ સામે વર્ષ 2018માં રમાયેલી ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ સમગ્ર પ્રવાસ દરમિયાન તેને એક પણ મેચમાં રમાડવામાં નહોતો આવ્યો. ઈંગ્લેન્ડમાં તેની સાથે જે કંઈ થયું તે કદાચ તેના માનસિક સ્તરને અસર કરી શકે છે. તે ટીમમાં હતો પરંતુ તેના સ્થાને હનુમા વિહારીને તક મળી. કરુણ નાયર સૌથી ઓછી ટેસ્ટ ઈનિંગ્સમાં ત્રેવડી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન તો બન્યો હતો, પરંતુ 7 વર્ષથી તે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા માટે તરસી રહ્યો છે. 


Google NewsGoogle News