Get The App

પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાને ધરપકડથી રાહત, કર્ણાટક હાઈકોર્ટનો સ્ટે, EPFમાં ગરબડનો છે મામલો

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાને  ધરપકડથી રાહત, કર્ણાટક હાઈકોર્ટનો સ્ટે, EPFમાં ગરબડનો છે મામલો 1 - image


PF fraud case: કર્ણાટક હાઈકોર્ટે પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાને એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) થાપણમાં કથિત અનિયમિતતા સંબંધિત કેસમાં તેમની સામે જાહેર કરાયેલા ધરપકડ વોરંટ પર રોક લગાવીને વચગાળાની રાહત આપી છે. રોબિન ઉથપ્પાએ વોરંટ અને સંબંધિત રિકવરી નોટિસને પડકારતી અરજી દાખલ કર્યા જસ્ટિસ સૂરજ ગોવિંદરાજે આ આદેશ આપ્યો હતો.

શું છે સમગ્ર મામલો

બેંગલુરુ પોલીસે ચોથી ડિસેમ્બરે પીએફ કમિશનરની સૂચનાના આધારે 21મી ડિસેમ્બરે ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. જેમાં સેન્ટૌરસ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સમાં ડિરેક્ટર તરીકે રોબિન ઉથપ્પાની પૂર્વ ભૂમિકા સંબંધિત બાકી લેણાંની વસૂલાતની માંગ કરવામાં આવી હતી. 

વર્ષ 2018થી 2020 સુધી રોબિન ઉથપ્પા એક ખાનગી કંપની સેન્ટારસ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સના ડિરેક્ટર હતા. તેમની સામે જાહેર કરવામાં આવેલી નોટિસ મુજબ કર્મચારીઓનો પીએફ જમાં થઈ રહ્યો હતો. પરંતુ આ પૈસા તેમના ખાતામાં જમા કરવામાં આવી રહ્યા ન હતા. પીએફ કેસ સંબંધિત કુલ રકમ લગભગ 23.16 લાખ રૂપિયા હતી.

ઉથપ્પાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

પૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ ભારત માટે 46 ODI અને 13 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ODIની 42 ઇનિંગ્સમાં તેણે 25.94ની એવરેજથી 934 રન બનાવ્યા. આ દરમિયાન, તેમણે 6 અડધી સદી ફટકારી હતી, જેમાં તેનો ઉચ્ચ સ્કોર 86 રન હતો. આ ઉપરાંત પોબિન ઉથપ્પાએ T20 ઇન્ટરનેશનલની 12 ઇનિંગ્સમાં 249 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 1 અડધી સદી ફટકારી હતી.

પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાને  ધરપકડથી રાહત, કર્ણાટક હાઈકોર્ટનો સ્ટે, EPFમાં ગરબડનો છે મામલો 2 - image


Google NewsGoogle News