ક્રિકેટર કપિલ દેવના અપહરણના વીડિયોની હકીકત આવી સામે

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
ક્રિકેટર કપિલ દેવના અપહરણના વીડિયોની હકીકત આવી સામે 1 - image


નવી દિલ્હી,તા. 26 સપ્ટેમ્બર 2023, મંગળવાર  

કપિલ દેવની ગણતરી ભારતના મહાન ક્રિકેટરોમાં થાય છે. કપિલ દેવની કપ્તાનીમાં ભારતે 1983માં પ્રથમ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. કપિલ દેવ સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી પ્રમાણે ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે એક વીડિયો શેર કર્યો છે અને શેર કરતાં લખ્યુ છે કે, હું આશા રાખુ છું કે, આ કપિલ દેવ કે કપિલ પાજીના હોય.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જો કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, તે કોઈ જાહેરાત વગેરે માટે શૂટ કરવામાં આવ્યો હોઈ શકે છે, કારણ કે આ પહેલીવાર નથી. આ અગાઉ, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી, ફિલ્મ અભિનેત્રી કાજોલ સહિતની ઘણી હસ્તીઓએ તેમની જાહેરાતોમાં આ રીતે લીક થી હટીને પ્રયોગ કરતા હોય છે અને બાદમાં ખુલાસો કરે છે કે આ એડ હતી.          

જોકે, આ વીડિયો ડિઝની પ્લસ હોટસ્ટારે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે શૂટ કર્યો છે અને આ તેનો જ એક ભાગ છે. જાહેરાતમાં બતાવવામાં આવ્યું છે કે, એક ગામના કેટલાક લોકોએ, જેઓ પોતે કપિલ દેવના ચાહક છે, તેમનું અપહરણ કર્યું છે. જ્યારે પોલીસ કપિલ દેવને બચાવવા આવે છે, ત્યારે તેઓ ગામમાં વીજળી ન જવી જોઇએ તેવી વાત કરે છે. આ વીડિયો વાયરલ થતા કમેન્ટમાં ઘણા યુઝર્સે કહ્યું હતુ કે, આ એક એડ શુટ હોઇ શકે છે જોકે, બીજી તરફ ઘણા યુઝર્સ આ એડ પર ભડક્યા પણ હતા. 


Google NewsGoogle News