અમદાવાદની ફાઈનલ મેચમાં ન પહોંચેલા કપિલ દેવનું મોટું નિવેદન કહ્યું, ‘તેમણે ન બોલાવ્યા, હું ન ગયો’

ભારત-ઓસ્ટ્રેલિયાની મેચમાં 1983ના વર્લ્ડકપ વિજેતા કપિલ દેવની ગેરહાજરીથી ચર્ચાઓ શરૂ

કપિલ દેવે કહ્યું, -મારી 1983ની આખી ટીમને બોલાવી હોત તો વધુ સારુ લાગ્યું હોત, પરંતુ...’

Updated: Nov 19th, 2023


Google NewsGoogle News

અમદાવાદની ફાઈનલ મેચમાં ન પહોંચેલા કપિલ દેવનું મોટું નિવેદન કહ્યું, ‘તેમણે ન બોલાવ્યા, હું ન ગયો’ 1 - image

નવી દિલ્હી, તા.19 નવેમ્બર-2023, રવિવાર

વર્લ્ડકપ-2023 (World Cup 2023)માં ભારતને શરમજનક પરાજય આપી ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત ચેમ્પિયન બની છે. જોકે આ દરમિયાન 1983ના વર્લ્ડકપ વિજેતા કપિલ દેવનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. આજની ફાઈનલ મેચમાં મહાન ક્રિકેટર કપિલ દેવ (Kapil Dev)ની ગેરહાજરી જોવા મળતા ચર્ચાનો વિષય બની છે. 1983માં કપિલ દેવની આગેવાની હેઠળ ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. આવી મહાન સિદ્ધિ અપાવનાર કપિલ દેવ આજની મેચમાં જોવા ન મળતા વિવાદનો મધપુડો શરૂ થઈ ગયો છે. એવી ચર્ચાઓ હતી કે, વર્લ્ડકપ-2023ની ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia)ની ફાઈનલ મેચમાં અત્યાર સુધીના ચેમ્પિયન્સ કેપ્ટનોનું સ્પેશિયલ બ્લેઝરથી સન્માન કરવામાં આવશે. એવું પણ કહેવાતું હતું કે, આ સન્માન સમારોહ પ્રથમ ઈનિંગ પૂર્ણ થયા બાદ યોજાશે, જોકે એવું થયું નહીં. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કપિલ દેવ અમદાવાદ (Ahmedabad) નહીં પહોંચવાનું કારણ જણાવી રહ્યા છે.

ફાઈનલ મેચમાં ન આવવા અંગે કપિલ દેવે શું કહ્યું ?

મીડિયા અહેવાલો મુજબ જ્યારે કપિલ દેવને પૂછવામાં આવ્યું કે, તમે કેમ ન ગયા ? જેવા જવાબમાં મહાન ક્રિકેટરે કહ્યું કે, ‘તમે મને બોલાવ્યો, હું આવ્યો, તેમણે ન બોલાવ્યો, હું ન ગયો. હું ઈચ્છતો હતો કે, મારી 1983ની આખી ટીમને બોલાવી હોત તો વધુ સારુ લાગ્યું હોત, પરંતુ આટલું બધુ કામ ચાલી રહ્યું હતું, આટલા બધા લોકો હતા, એટલી બધી જવાબદારી હોય છે કે, ક્યારેક-ક્યારેક લોકો ભુલી જાય છે.’

ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું

ઉલ્લેખનિય છે કે, વર્લ્ડકપ-2023માં ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત ચેમ્પિયન બની છે, ભારતનો 7 વિકેટે પરાજય સાથે જ વર્લ્ડકપ જીતવાનું સપનું રોડાઈ ગયું છે. આજની મેચમાં ભારતી ટીમમાંથી વિરાટ કોહલીએ 54 રન, કે.એલ.રાહુલે 66 રન, જ્યારે રોહિત શર્માએ 47 રન ફટકાર્યા હતા, જ્યારે બાકીના તમામ ખેલાડીનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિડ હેડે 137 રન, માર્નસ લેબુશેને અણનમ 58 રન ફટકાર્યા હતા.


Google NewsGoogle News