Get The App

ટીમ ઈન્ડિયાએ જ્યાં ઐતિહાસિક મેચ જીતી એ જ સ્ટેડિયમ પર ખતરો, એક વર્ષનો બૅન મૂકવાની ICCની તૈયારી

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
ટીમ ઈન્ડિયાએ જ્યાં ઐતિહાસિક મેચ જીતી એ જ સ્ટેડિયમ પર ખતરો, એક વર્ષનો બૅન મૂકવાની ICCની તૈયારી 1 - image


Green Park stadium Poor Outfield Kanpur :  ભારતની રેકોર્ડ ટેસ્ટ જીતનું સાક્ષી બનેલા ગ્રીન પાર્ક સ્ટેડિયમ હાલમાં એક વર્ષના પ્રતિબંધના ભય હેઠળ છે. તાજેતરમાં, સ્ટેડિયમના આઉટફિલ્ડને ICC દ્વારા અસંતોષકારક રેટિંગમાં સામેલ કરવામાં આવ્યું હતું. જેના કારણે તેને એક ડીમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે. હવે UPCAએ આઉટફિલ્ડની ખામીઓને વહેલી તકે પૂરી કરવી પડશે.

આ પણ વાંચો : 'વિરાટ અને રોહિત ક્રિકેટથી દૂર રહે...', દિગ્ગજ કાંગારુ બોલરની સલાહથી ફેન્સ-નિષ્ણાતો વિચારતા થયા

જાન્યુઆરીમાં ICC ટીમ સ્ટેડિયમનું નિરીક્ષણ કરીને આઉટફિલ્ડ તપાસવા આવી શકે છે. અને જો તેમા સંતોષકારક સ્થિતિ જોવા નહીં મળે તો તેને ગ્રીન પાર્કમાં આંતરરાષ્ટ્રીય મેચો માટે એક વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવી શકે છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં વરસાદના કારણે સમસ્યા સર્જાઈ

27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચમાં આઉટફિલ્ડ વરસાદને કારણે ખરાબ થઈ ગયું હતું. જેની અસર રમત પર પડી હતી. જો કે વરસાદથી પ્રભાવિત મેચમાં પણ ભારતે રેકોર્ડ અંદાજમાં રમીને જીત મેળવી હતી.

આ પણ વાંચો : પાકિસ્તાન જીદ નહીં છોડે તો આ દેશમાં થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025, ICCનો પ્લાન તૈયાર

ICC દ્વારા ગયા અઠવાડિયે ભારત અને બાંગ્લાદેશની મેચ માટે જાહેર કરાયેલા રિપોર્ટમાં આઉટફિલ્ડને અસંતોષકારક શ્રેણીમાં મૂકવામાં આવ્યું હતું. તેના માટે ICCએ ગ્રીન પાર્કને એક ડીમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે. આ પરિસ્થિતિમાં આઉટફિલ્ડમાં જલ્દીમાં જલ્દી સુધારો કરવો જરુરી છે. જાન્યુઆરીમાં ICCની ટીમ દ્વારા નિરીક્ષણ દરમિયાન પરિસ્થિતિ સુધારો કરવામાં આવશે ત્યારે જ રિપોર્ટમાં સુધારો કરવામાં આવશે. જો સુધારો નહીં થાય તો સ્ટેડિયમ પર એક વર્ષ માટે પ્રતિબંધ મુકવામાં આવી શકે છે, તેથી એ પછી અહીં આંતરરાષ્ટ્રીય મેચો યોજાશે નહીં.

UPCA એ બનાવી કાયાકલ્પ કરવાની એક યોજના 

જોકે, ટેસ્ટ મેચ પછી જ યુપીસીએએ એજીએમમાં ​​ગ્રીન પાર્કને નવો લુક આપવા અને આખા સ્ટેડિયમમાં ડ્રેનેજ સિસ્ટમ લગાવવાની યોજના બનાવી છે. યુપીસીએની ટીમ ટૂંક સમયમાં તેનું સમારકામ શરુ કરશે.



Google NewsGoogle News