ભારતીય ક્રિકેટ અને IPLનો સૌથી અનલકી પ્લેયર, એક પણ ખિતાબ નથી જીત્યો, નામ જાણી ચોંકશો
KL Rahul: IPLના ઇતિહાસમાં સૌથી અનલકી ખેલાડી વિરાટ કોહલીને કહેવામાં આવે છે, કારણ કે તે આ લીગમાં 2008થી 2024 સુધી કુલ 17 સિઝન રમી ચૂક્યો છે, પરંતુ એક વખત પણ ખેલાડીને ચેમ્પિયન બનવાની તક મળી નથી.
આ પાછળનું કારણ છે કે, વિરાટ કોહલીએ 2013 પછી એક પણ ICC ઇવેન્ટ જીતી નથી. જો કે, 2024ના T20 વર્લ્ડ કપ સાથે ખેલાડીના માથા પરથી આ ડાઘ દૂર થઈ ગયો હતો, કારણ કે ટીમ ઇન્ડિયાને જીત મળી હતી, પરંતુ હવે એક નવું નામ સામે આવ્યું છે, જે વર્તમાનમાં IPL અને ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી અનલકી ખેલાડી છે.
કે એલ રાહુલ હાલમાં ટીમ ઇન્ડિયા અને આઇપીએલનો સૌથી અનલકી ખેલાડી છે, કારણ કે આ ખેલાડીએ કોઈ ટીમ સાથે IPLનો એક પણ ખિતાબ જીત્યો નથી અને ન તો આ ખેલાડીના ટીમમાં રહેવાથી ટીમ ઇન્ડિયા ICC ઇવેન્ટ જીતવામાં સફળ થઈ હોય.
કેએલ રાહુલે 2014માં ટીમ ઇન્ડિયા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું, પરંતુ ત્યારથી ભારતે 2024માં એક ICC ઇવેન્ટ જીતી પણ કે એલ રાહુલ તે ટુર્નામેન્ટ(T20 વર્લ્ડ કપ 2024)માં રમ્યો ન હતો.
આઇપીએલની વાત કરીએ તો કે એલ રાહુલ વર્ષ 2013માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે RCB સાથે જોડાયો હતો, પરંતુ ટીમ ટાઇટલ જીતી શકી ન હતી. 2015 માં, તે સનરાઇઝર્સ હૈદરાબાદ એટલે કે SRH સાથે હતો, પરંતુ તે ટીમ પણ IPL જીતી શકી ન હતી. જ્યારે તે ફરીથી RCBમાં આવ્યો તો RCB ફરીથી ટાઇટલ જીતી શક્યું નહીં.
આ પણ વાંચો: ICC વર્લ્ડકપ 2023ના આયોજનથી ભારતીય અર્થતંત્રને 11590 કરોડ રૂપિયાનો અધધધ ફાયદો થયો
આ પછી કે એલ રાહુલ પંજાબ કિંગ્સમાં ગયો અને ત્યાં પણ ટીમ ટાઇટલ જીતી શકી નહીં. આ પછી કે એલ રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સ એટલે કે એલએસજી જોઇન કર્યું, પરંતુ એલએસજી પણ ટાઇટલ જીતી શક્યું નહીં. જેથી આ ખેલાડીને વર્તમાનમાં IPL અને ભારતીય ક્રિકેટમાં સૌથી અનલકી ખેલાડી કહેવામાં આવી રહ્યો છે.