Get The App

K L રાહુલના ઘરે પારણું બંધાશે, લગ્નના બે વર્ષ બાદ સંતાનને જન્મ આપશે આથિયા શેટ્ટી

Updated: Nov 8th, 2024


Google News
Google News
K L રાહુલના ઘરે પારણું બંધાશે, લગ્નના બે વર્ષ બાદ સંતાનને જન્મ આપશે આથિયા શેટ્ટી 1 - image
image : instagram

KL Rahul & Athiya Shetty Announces Pregnancy : ભારતીય ક્રિકેટ ટીમના બેટર કેએલ રાહુલ પિતા બનવા જઈ રહ્યો છે. તેની પત્ની આથિયા શેટ્ટી આગામી સમયમાં બાળકને જન્મ આપશે. આ માહિતી ખુદ રાહુલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ચાહકો સાથે શેર કરી હતી. હવે ચાહકોને આ સમાચાર બાદ કેએલ રાહુલને અભિનંદન આપી રહ્યા છે. રાહુલ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમનો ભાગ છે.

2025માં બાળકને જન્મ આપશે આથિયા 

રાહુલે શુક્રવારે સાંજે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે, આથિયા માતા બનવા જઈ રહી છે અને તે 2025માં બાળકને જન્મ આપશે. રાહુલ અને આથિયાના લગ્ન 2023માં થયા હતા. રાહુલ અને આથિયાના નજીકના મિત્રોને લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. 

આ પણ વાંચો : IPL 2025 મેગા ઓક્શનમાં ગોવિંદાના જમાઈએ પણ ઝંપલાવ્યું, દોઢ કરોડ રૂપિયા રાખી બેઝ પ્રાઇસ

હાલ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે કેએલ રાહુલ 

હાલમાં કેએલ રાહુલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તે ભારત A અને ઓસ્ટ્રેલિયા A ટીમ વચ્ચે મેલબોર્નમાં રમાઈ રહેલી બિનસત્તાવાર ટેસ્ટનો ભાગ છે. રાહુલ આ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. ઓપનર તરીકે તે પહેલી ઇનિંગમાં 4 રન બનાવીને આઉટ થયો હતો. અને બીજી ઇનિંગમાં તે માત્ર 10 રન બનાવી શક્યો હતો. આ પહેલા રાહુલ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો. જો કે, આગામી સમયમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સીરિઝનો તે ભાગ છે. કેએલ રાહુલ હાલના દિવસોમાં ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. જેના કારણે તેને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

K L રાહુલના ઘરે પારણું બંધાશે, લગ્નના બે વર્ષ બાદ સંતાનને જન્મ આપશે આથિયા શેટ્ટી 2 - image

Tags :
K-L-RahulAthiya-ShettyPregnancy

Google News
Google News