Get The App

'મને વધારે પૈસા મળ્યા એનો મતલબ એ નથી...' ટીકાકારો પર ભડક્યો KKRનો દિગ્ગજ બેટર

Updated: Apr 4th, 2025

GS TEAM


Google News
Google News
'મને વધારે પૈસા મળ્યા એનો મતલબ એ નથી...' ટીકાકારો પર ભડક્યો KKRનો દિગ્ગજ બેટર 1 - image


Image: Facebook

IPL 2025: કોલકાતા નાઇટ રાઇડર્સે આઇપીએલ 2025થી પહેલા વેંકટેશ અય્યરને રિલીઝ કર્યો હતો પરંતુ મેગા હરાજીમાં તેને પાછો લાવવા માટે તેણે 23.75 કરોડ રૂપિયા ખર્ચ્યા, જે આઇપીએલ ઇતિહાસની ત્રીજી સૌથી મોટી રકમ રહી. ઋષભ પંતને 27 કરોડ રૂપિયા, શ્રેયસ અય્યર 26.75 કરોડ રૂપિયા અને વેંકટેશને 23.75 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો.

આઇપીએલ 2025માં વેંકટેશ અય્યરે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 29 બોલ પર 60 રનની ઇનિંગ રમી. આ ઇનિંગ રમ્યા બાદ તેણે ટીકા કરનારના મોઢા બંધ કરી દીધા. કોલકાતા નાઇટ રાઇડર્સના વાઇસ-કૅપ્ટન વેંકટેશ અય્યરે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રમાયેલી મેચમાં બેટથી કમાલ કરી. તેણે મેચમાં શાનદાર પરફોર્મ કરતાં પોતાના ફોર્મમાં વાપસી કરી અને એ પણ સ્પષ્ટ કર્યું કે તેના 23.75 કરોડ રૂપિયાના પ્રાઇઝ ટેગનો અર્થ એ નથી કે તેને દરેક મેચમાં મોટો સ્કોર કરવો પડશે. તેનું કહેવું છે કે તે ટીમ માટે અસરદાર યોગદાન પર ધ્યાન આપે છે.

આ પણ વાંચો: VIDEO: 'જ્યારે જે કરવાનું હતું તે કર્યું.....' રોહિત શર્મા ફરી મુશ્કેલીમાં! ઝહીર ખાન સાથેની વાત લીક

આઇપીએલ 2025 ઓક્શનમાં વેંકટેશ અય્યરને કેકેઆરે રાઇટ-ટુ-મેચ કાર્ડનો ઉપયોગ કરીને રિટેન કર્યો હતો, જે બાદ તે ટીમનો સૌથી મોંઘો અને આઇપીએલનો ત્રીજો સૌથી મોંઘો પ્લેયર બન્યો. આ સીઝનની પહેલી બે મેચોમાં તેમનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી, તે માત્ર 9 રન બનાવી શક્યો હતો, તે બાદથી તેના પ્રાઇઝ ટેગ અનુસાર તેના ફ્લોપ પ્રદર્શન પર સવાલ ઉઠવા લાગ્યા હતા. 

હવે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 29 બોલ પર 60 રનની ઇનિંગ રમ્યા બાદ વેંકટેશે કહ્યું કે દબાણ તો થોડું છે, તમે લોકો ખૂબ વાત કરો છો, પરંતુ સૌથી મોંઘો ખેલાડી હોવાનો અર્થ એ નથી કે મારે દરેક મેચમાં રન બનાવવા પડશે. આ તે વિશે છે કે હું ટીમ માટે કેવી રીતે મેચ જીતાડી રહ્યો છું અને શું અસર નાખી રહ્યો છું. દબાણ રૂપિયા કે રનનું નથી પરંતુ ટીમની જીતનું છે.

હૈદરાબાદ વિરુદ્ધ રમાયેલી મેચમાં અંતિમ ઓવરમાં અય્યરે પોતાના હિટિંગ અંદાજ ચાલુ રાખતાં 12 બોલમાં બે સિક્સર અને 6 ચોગ્ગા લગાવ્યા. તેણે 19મી ઓવરમાં હૈદરાબાદના કૅપ્ટન પેટ કમિન્સ કરતાં 20 રન કર્યાં. આની પર અય્યરે કહ્યું કે હું એ નથી જોતો કે કોણ બોલિંગ કરી રહ્યું છે. મારું ધ્યાન હંમેશા ફીલ્ડ પ્લેસમેન્ટને જોતાં આ વાત પર રહે છે કે શું બોલિંગ કરવામાં આવી રહી છે.

Tags :