Get The App

કોરોના પોઝિટિવ ખેલાડી મેચમાં ઉતર્યો, ફટકારી ફિફ્ટી, ટીમ ઈન્ડિયા સામે 47 બોલમાં બનાવ્યા હતા 100 રન

Updated: Feb 2nd, 2024


Google NewsGoogle News
કોરોના પોઝિટિવ ખેલાડી મેચમાં ઉતર્યો, ફટકારી ફિફ્ટી, ટીમ ઈન્ડિયા સામે 47 બોલમાં બનાવ્યા હતા 100 રન 1 - image


Josh Inglis Covid 19 Positive : વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ પહેલી વનડે ઈન્ટરનેશનલ મેચમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કોરોના સંક્રમિત વિકેટકીપર જોશ ઈંગ્લિસને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો. મેના એક દિવસ પહેલા જ ઈંગ્લિસ કોવિડ 19 પોઝિટિવ આવ્યો હતો. તેમ છતા CAએ આ વિકેટકીપરને આગામી દિવસે મેદાન પર ઉતાર્યો. ગ્રાઉન્ડ પર ઈંગ્લિસ અન્ય ખેલાડીઓથી દૂર રહ્યા. તેમણે આ દરમિયાન શાનદાર અડધી સદી ફટકારીને પોતાની ટીમને સારી શરૂઆત અપાવી. 28 વર્ષના ડાબોરી બેટ્સમેન ઈંગ્લિસે ગત વર્ષ ભારત પ્રવાસ દરમિયાન ટી20 સીરીઝમાં 47 બોલ પર સદી ફટકારી હતી.

જોશ ઈંગ્લિસનો કોવિડ રિપોર્ટ હજુ સુધી નેગેટિવ નથી આવ્યો. તેમણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રોટોકોલ હેઠળ વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ પહેલી વનડેમાં મેલબર્નમાં ઉતારાયો. ઇંગ્લિસને એક અલગ ડ્રેસિંગરૂમમાં રખાયો છે. તેઓ મેદાન પર પણ અન્ય ખેલાડીઓને મળ્યા ન હતા. એવું પહેલી વખત નથી બન્યું જ્યારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાના ખેલાડીઓને કોવિડ પોઝિટિવ હોવા છતા મેદાનમાં ઉતાર્યા હોય. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ઓલરાઉન્ડર કેમરન ગ્રીનને વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ બ્રિસ્બેન ટેસ્ટ મેચમાં કોવિડ પોઝિટિવ હોવા છતા ઉતાર્યો હતો.

જોસ ઈંગ્લિસે ઓપનિંગમાં 65 રનની ઈનિંગ રમી

મેલબર્નના ઐતિહાસિક ક્રિકેટ સ્ટેડિયમમાં જોસ ઈંગ્લિસને ઓપનિંગમાં ઉતાર્યા. તેમણે ટ્રેવિસ હેડની સાતે ઈનિંગની શરૂઆત કરી. ઈંગ્લિસે 43 બોલ પર 65 રનની ઈનિંગ રમી જેમાં 10 ફોર અને એક સિક્સર સામેલ હતી. તેમણે કેમરન ગ્રીનની સાથે મળીને બીજી વિકેટ માટે 79 રનની ભાગીદારી કરી.


Google NewsGoogle News