ENG vs BAN : જો રુટે રચ્યો ઈતિહાસ, વર્લ્ડ કપમાં આ દિગ્ગ્જ ખેલાડીનો રેકોર્ડ તોડી બન્યો પહેલો ઇંગ્લિશ ક્રિકેટર

બાંગ્લાદેશ સામે જો રૂટે 83 રનની શાનદાર ઇનિંગ રમી હતી

ઇંગ્લેન્ડ માટે ડેવિડ મલાન અને જો રૂટે 151 રનની ભાગીદારી કરી હતી

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
ENG vs BAN : જો રુટે રચ્યો ઈતિહાસ, વર્લ્ડ કપમાં આ દિગ્ગ્જ ખેલાડીનો રેકોર્ડ તોડી બન્યો પહેલો ઇંગ્લિશ ક્રિકેટર 1 - image
Image:File Photo

World Cup 2023 : ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ODI World Cup 2023ની 7મી મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઇંગ્લેન્ડ સામે બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી જોની બેરસ્ટોએ 52 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ત્યારબાદ ડેવિડ મલાન અને જો રૂટે 151 રનની ભાગીદારી કરી ઇંગ્લેન્ડને સારી સ્થિતિમાં પહોંચાડી હતી. આ દરમિયાન જો રૂટે ઈતિહાસ રચ્યો હતો.

ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો રૂટ

બાંગ્લાદેશ સામે જો રૂટે 83 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે જ તે ODI World Cupના ઈતિહાસમાં ઇંગ્લેન્ડ તરફ(Joe Root Becomes Leading Scorer For England)થી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બનો ગયો છે. જો રૂટે આવું કરીને ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન ગ્રાહમ ગૂચનો રેકોર્ડ તોડ્યો હતો. ગૂચે ODI World Cupમાં ઇંગ્લેન્ડ તરફથી 897 રન બનાવ્યા હતા. રૂટે હવે આ આંકડો પાર કરી લીધો છે.

સચિનના નામે સૌથી વધુ રનનો રેકોર્ડ 

ODI World Cupમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરના નામે છે. તેંડુલકરે ODI World Cupમાં 2278 રન બનાવ્યા છે. આ ઉપરાંત બીજા નંબર પર ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ છે. પોન્ટિંગે ODI World Cupમાં 1743 રન બનાવ્યા છે. કુમાર સંગાકારાએ 1532 રન અને બ્રાયન લારાએ 1225 રન બનાવ્યા છે.   

ENG vs BAN : જો રુટે રચ્યો ઈતિહાસ, વર્લ્ડ કપમાં આ દિગ્ગ્જ ખેલાડીનો રેકોર્ડ તોડી બન્યો પહેલો ઇંગ્લિશ ક્રિકેટર 2 - image


Google NewsGoogle News