Get The App

IND vs ENG : જો રૂટે તોડ્યો ક્રિકેટના ભગવાનનો રેકોર્ડ, પોન્ટિંગની બરાબરી કરી

જો રૂટ ભારત સામે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં 29 રનના સ્કોર પર આઉટ થયો હતો

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
IND vs ENG : જો રૂટે તોડ્યો ક્રિકેટના ભગવાનનો રેકોર્ડ, પોન્ટિંગની બરાબરી કરી 1 - image
Image:Twitter

Joe Root Breaks Sachin Tendulkar’s Record : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી સ્ટાર બેટ્સમેન જો રૂટ 29 રન બનાવી આઉટ થયો હતો. પરંતુ રૂટે તેની આ નાની ઇનિંગ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો.

રૂટે તોડ્યો સચિનનો રેકોર્ડ

જો રૂટ હવે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે ભારત સામે ટેસ્ટ ફોર્મેટમાં 2,526 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકરના 2,535 રનનો રેકોર્ડ તોડવા માટે રૂટને માત્ર 10 રનની જરૂર હતી. પ્રથમ સેશનમાં રૂટે સચિનનો રેકોર્ડ તોડી દીધો હતો પરંતુ બીજા સેશનમાં તે 29 રનના સ્કોર પર આઉટ થઇ ગયો હતો.

પોન્ટિંગના રેકોર્ડની કરી બરાબરી

ભારત સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના નામે છે. જો રૂટે સચિનનો રેકોર્ડ તોડવાની સાથે પોન્ટિંગના ભારત સામે સૌથી વધુ રન બનાવવાના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. રિકી પોન્ટિંગે ભારત સામે 51 ટેસ્ટ ઇનિંગમાં 2,555 રન બનાવ્યા છે. જયારે રૂટે 47 ટેસ્ટ ઇનિંગમાં 2,555 રન બનાવ્યા છે.

IND vs ENG : જો રૂટે તોડ્યો ક્રિકેટના ભગવાનનો રેકોર્ડ, પોન્ટિંગની બરાબરી કરી 2 - image


Google NewsGoogle News