IPL 2025: આ સ્ટાર ખેલાડીનું પંજાબ કિંગ્સમાંથી કપાઈ શકે છે પત્તું, મેગા ઓક્શનમાં થશે 'ખેલ'
Jitesh Sharma May Be Out Of Punjab Kings : હાલમાં તમામ ટીમો IPL 2025ની તૈયારી કરી રહી છે. આ વખતે નવેમ્બરમાં મેગા ઓક્શનનું આયોજન થશે જેમાં તમામ ફ્રેન્ચાઈઝી પોતાની ટીમમાં ફેરફાર કરવા માંગશે. આ દરમિયાન બધાની નજર પંજાબ કિંગ્સ પર પણ ટકેલી છે. આ વખતે પંજાબમાં કેપ્ટન સિવાય ખેલાડીઓમાં પણ ઘણાં ફેરફાર જોવા મળી શકે છે. આ સાથે જ પ્રીતિ ઝિન્ટાની ટીમના સૌથી મહત્ત્વના ખેલાડીને બહાર ફેંકી શકાય છે.
IPL 2025 પહેલા પંજાબના સૌથી મહત્ત્વપૂર્ણ ખેલાડી જીતેશ શર્મા ટીમમાંથી બહાર થઇ શકે છે. જીતેશ શર્માએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે,' અત્યાર સુધી ફ્રેન્ચાઈઝીએ મને રિટેન કરવાની વાત કરી નથી. જો તેમની વ્યૂહનીતિમાં મને રિટેન કરવાનું હશે તો તેઓ મને રિટેન કરશે અથવાતો તેઓ નહીં કરે કારણ કે મને હજુ સુધી પંજાબ કિંગ્સ તરફથી કોઈ સંદેશ મળ્યો નથી.' પંજાબ માટે જીતેશ શર્મા શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ઘણી વખત પંજાબને ટાઈ મેચ જીતવામાં મદદ કરી છે.
પંજાબના નિયમિત કેપ્ટન શિખર ધવને IPL 2025 પહેલા નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ સ્થિતિમાં હવે તે પંજાબ કિંગ્સ વતી ભાગ લઈ શકશે નહીં. પંજાબ આગામી સીઝન પહેલા ટીમના નવા કેપ્ટનની શોધમાં છે. મેગા ઓક્શનમાં પંજાબની નજર નવા કેપ્ટન પર પણ હોઈ શકે છે.
જીતેશ શર્માએ IPL 2024માં 14 મેચમાં 17ની સરેરાશથી 187 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેણે 131.69ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. અત્યાર સુધી રમાયેલી 40 IPL મેચોમાં તેણે 22.81ની સરેરાશથી 730 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 151.14 રહ્યો હતો.