ક્રિકેટ બાદ હવે ચૂંટણીમાં મોટી જવાબદારી નિભાવશે મહેન્દ્ર સિંહ ધોની, ચૂંટણી પંચની વિનંતી સ્વીકારી
Jharkhand Election 2024 : ભારતીય ક્રિકેટ સહિત વિશ્વભરમાં ધૂમ મચાવનાર મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) હવે ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં નવી ભૂમિકામાં જોવા મળશે. ચૂંટણી પંચે (Election Commission) મતદાન જાગૃતિ (Voting Awareness) માટે કરેલી અપીલને મહેન્દ્ર સિંહ ધોનીને સ્વિકારી લીધી છે, તેથી હવે તે ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવાની અપીલ કરતો જોવા મળશે. ચૂંટણી પંચ દ્વારા ધોનીને મેદાનમાં લાવવાની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવાઈ છે.
ધોનીની અપીલના કારણએ મતદાનની ટકાવારી વધશે : ચૂંટણી પંચ
આ માહિતી આપતાં મુખ્ય ચૂંટણી અધિકારી કે.રવિ કુમારે કહ્યું કે, ધોનીની સંમતિ મળ્યા બાદ વિધાનસભા ચૂંટણી દરમિયાન સ્વીપ કાર્યક્રમ હેઠળ તેના ફોટા અને વીડિયોનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ધોની દ્વારા મતદારોને મતદાનમાં ભાગ લેવાની અપીલ કરવાથી મતદાનની ટકાવારી વધશે.
આ પણ વાંચો : જ્ઞાનવાપી કેસમાં હિન્દૂ પક્ષને ઝટકો, વારાણસી કોર્ટે સર્વેની માંગ કરતી અરજી ફગાવી
અગાઉ ધોની ચૂંટણી પંચનો બ્રાન્ડ એમ્બેસેડર હતો
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની અને હેલિકોપ્ટર શોટ માટે જાણિતા મહેન્દ્ર સિંહ ધોની અગાઉ ચૂંટણી પંચનો બ્રાન્ડ એમ્બેસેડર હતો. ધોનીના દેશભરમાં લાખો ચાહકો છે, જેને ધ્યાને રાખીને ચૂંટણી પંચે તેના ફોટો અને વીડિયોનો ઉપયોગ કરવા માટે તેને પત્ર લખ્યો હતો, જેને ધોનીએ મંજૂરી આપી દીધી છે. તેથી હવે ચૂંટણી પંચ ઝારખંડ વિધાનસભા ચૂંટણી પંચે માહીના ફોટોવાળી તસવીરો મતદાન કેન્દ્રથી લઈને અનેક સ્થળે તેમજ મુખ્ય સ્થળો પર લગાવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ધોની સોશિયલ મીડિયા અને ટીવીમાં પણ વિધાનસભા ચૂંટણીમાં મતદારોને મતદાન કરવાની અપીલ કરતો જોવા મળશે.
આ પણ વાંચો : બિશ્નોઈ ગેંગ વિરુદ્ધ NIAની મોટી કાર્યવાહી, લૉરેન્સના ભાઈ પર રાખ્યું 10 લાખનું ઈનામ