Get The App

IPL 2025: બેઝ પ્રાઇસમાં વેચાયો જયદેવ ઉનડકટ, છતાં ખાસ રેકૉર્ડ બનાવી રચ્યો ઈતિહાસ

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
IPL 2025: બેઝ પ્રાઇસમાં વેચાયો જયદેવ ઉનડકટ, છતાં ખાસ રેકૉર્ડ બનાવી રચ્યો ઈતિહાસ 1 - image


Image Source: Twitter

Jaydev Unadkat : IPL 2025 પહેલા સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાઈ રહેલા મેગા ઓક્શનમાં ભારતીય ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે ઈતિહાસ રચ્યો છે. તે IPL ઓક્શન ઈતિહાસમાં 7 વખત વેચાનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. સનરાઈઝર્સ હૈદરાબાદે તેને 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઈસ પણ 1 કરોડ રૂપિયા જ હતી. જયદેવ પર અન્ય કોઈ ફ્રેન્ચાઈઝીએ બોલી નહોતી લગાવી. 

2010થી રમી રહ્યો છે IPL

જયદેવ ઉનડકટ 2010થી IPLનો હિસ્સો છે. તે અત્યાર સુધી લીગમાં 8 ફ્રેન્ચાઈઝી માટે રમી ચૂક્યો છે. તે IPL 2010 થી IPL 2012 સુધી કોલકાતા નાઈટ રાઈડર્સનો હિસ્સો હતો. ત્યારબાદ 2013ની સીઝનમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ તરફથી રમ્યો હતો. આગામી બે 2 સીઝન તે દિલ્હી ડેરડેવિલ્સ માટે રમ્યો હતો.

આ પણ વાંચો: IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીઓનું લિસ્ટ: ટોપ 10માં હવે પાંચ ભારતીય

આ ફ્રેન્ચાઈઝી માટે પણ રમ્યો જયદેવ

IPL 2017માં જયદેવ ઉનડકટ રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ તરફથી રમતો જોવા મળ્યો હતો. ત્યારબાદ તે IPL 2018 થી IPL 2021 સુધી રાજસ્થાન રોયલ્સ માટે રમ્યો હતો. IPL 2022 પહેલા યોજાયેલી મેગા ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે તેને ખરીદ્યો હતો. IPL 2023 પહેલા તે લખનઉ સુપર જાયન્ટ્સમાં સામેલ થયો હતો. ઉનડકટ IPL 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો. હવે તે ફરી એકવાર હૈદરાબાદમાં આવ્યો છે.

IPLમાં ઉનડકટનું પ્રદર્શન

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં જયદેવ ઉનડકટના પ્રદર્શનની વાત કરીએ તો તે અત્યાર સુધીમાં 105 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલરે 32.21ની એવરેજ અને 8.98ની ઈકોનોમી સાથે 99 વિકેટ ખેરવી છે. 5/25 લીગમાં તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે. તેણે લીગની છેલ્લી સિઝનમાં 11 મેચ રમ્યો હતો. આ દરમિયાન ઉનડકટે 8 વિકેટ પોતાના નામે કરી હતી.

IPL 2024: 8 વિકેટ

IPL 2023: 0 વિકેટ

IPL 2022: 6 વિકેટ

IPL 2021: 4 વિકેટ

IPL 2020: 4 વિકેટ

IPL 2019: 10 વિકેટ

IPL 2018: 11 વિકેટ

IPL 2017: 24 વિકેટ

IPL 2016: 0  વિકેટ

IPL 2015: 0 વિકેટ

IPL 2014: 9 વિકેટ

IPL 2013: 13 વિકેટ

IPL 2012: 0 વિકેટ

IPL 2011: 6 વિકેટ

IPL 2010: 4 વિકેટ


Google NewsGoogle News