'...નહીંતર પરિણામ ભોગવવા પડશે', BCCIના વોર્નિંગ લેટરથી ઈશાન કિશનનું ટેન્શન વધ્યું!

ઇશાન કિશને સાઉથ આફ્રિકા પ્રવાસ પર ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
'...નહીંતર પરિણામ ભોગવવા પડશે', BCCIના વોર્નિંગ લેટરથી ઈશાન કિશનનું ટેન્શન વધ્યું! 1 - image
Image:File Photo

BCCI Secretary Jay Shah Letter : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર બેટર ઈશાન કિશન માટે તાજેતરમાં કંઈ સારું નથી ચાલી રહ્યું. તેણે પોતાની મરજીથી ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. આ પછી તેણે BCCI, ટીમ મેનેજમેન્ટ, કોચ અને પોતાની હોમ ટીમને પણ કંઈ જાણ કરી નહીં. તે હોમ ટીમ તરફથી રણજી ટ્રોફી પણ રમ્યો ન હતો. BCCI અને ટીમ મેનેજમેન્ટ ઈશાનના આ વલણથી નારાજ દેખાઈ રહ્યું છે. BCCI સેક્રેટરી જય શાહે પણ ઘણી વખત આ વાતનો સંકેત આપ્યો છે. ફરી એકવાર જય શાહે તમામ ખેલાડીઓને પત્ર લખીને સ્પષ્ટ કર્યું છે કે, "બોર્ડ માટે ડોમેસ્ટિક ક્રિકેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોઈ ખેલાડી IPLને પ્રાધાન્ય આપે છે અને ડોમેસ્ટિક ક્રિકેટની અવગણના કરે છે તો તે તેના માટે સારું નહીં હોય."

જય શાહે પત્ર લખી ખેલાડીઓને ચેતવણી આપી

BCCI સેક્રેટરી જય શાહે પત્ર લખીને ભારત-A અને કોન્ટ્રાક્ટ હેઠળના ખેલાડીઓને ચેતવણી આપી છે કે જેઓ ડોમેસ્ટિક ક્રિકેટ નથી રમી રહ્યા. જય શાહે પત્ર લખીને ટોચના ક્રિકેટરોને ચેતવણી આપી હતી કે રાષ્ટ્રીય ટીમમાં પસંદગી માટે ડોમેસ્ટિક ક્રિકેટ મહત્ત્વનો માપદંડ બન્યો છે અને તેમાં ભાગ ન લેવાના ખરાબ પરિણામો આવશે.

ભારતીય ક્રિકેટ ડોમેસ્ટિક ક્રિકેટના પાયા પર ઊભું છે

મળેલા અહેવાલો મુજબ આજકાલ કેટલાક ખેલાડીઓ ડોમેસ્ટિક રેડ-બોલ ક્રિકેટને ઓછી અને IPLને વધુ પ્રાધાન્ય આપવા લાગ્યા છે. તેનો ટ્રેન્ડ ચાલી ગયો છે. આ જ કારણ છે કે જય શાહને પત્ર લખવો પડ્યો. તેણે પત્રમાં લખ્યું, “તાજેતરમાં એક ટ્રેન્ડ સામે આવ્યો છે, જે ચિંતાનો વિષય છે. કેટલાક ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટ કરતાં IPLને પ્રાથમિકતા આપવા લાગ્યા છે. આની અપેક્ષા નહોતી. ભારતીય ક્રિકેટ ડોમેસ્ટિક ક્રિકેટના પાયા પર ઊભું છે અને તેને ક્યારેય ઓછું મહત્વ આપવામાં આવ્યું નથી. ભારતીય ક્રિકેટ માટે અમારું વિઝન શરૂઆતથી જ સ્પષ્ટ રહ્યું છે. દરેક ખેલાડી જે ભારત માટે રમવા માંગે છે તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાને સાબિત કરવું પડશે. ભારતીય ટીમમાં પસંદગી માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્રદર્શન મહત્વપૂર્ણ છે. ડોમેસ્ટિક ક્રિકેટ નહીં રમવાના ગંભીર પરિણામો આવશે.”

'...નહીંતર પરિણામ ભોગવવા પડશે', BCCIના વોર્નિંગ લેટરથી ઈશાન કિશનનું ટેન્શન વધ્યું! 2 - image


Google NewsGoogle News