Get The App

બુમરાહ ફરી ટીમ સાથે તો જોડાયો પણ શું બોલિંગ કરી શકશે? જાણીતા ખેલાડીએ આપ્યું અપડેટ

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
બુમરાહ ફરી ટીમ સાથે તો જોડાયો પણ શું બોલિંગ કરી શકશે? જાણીતા ખેલાડીએ આપ્યું અપડેટ 1 - image

IND Vs AUS, Jasprit Bumrah : બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી અને પાંચમી મેચ હાલ સિડનીમાં રમાઈ રહી છે. રોહિત શર્માને આ મેચમાંથી બહાર રખાયા બાદ જસપ્રીત બુમરાહ આ મેચમાં ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. જસપ્રીત બુમરાહને મેચના બીજા દિવસે મેદાન છોડવું પડ્યું હતું. હકીકતમાં પીઠના દુખાવાના કારણે બુમરાહને સ્કેનિંગ માટે હોસ્પિટલમાં જવું પડ્યું હતું. જો કે, મેચ દરમિયાન જ બુમરાહનું સ્કેનિંગ કરવામાં આવ્યા બાદ ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો હતો. હવે તેને લઈને લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે.

શું બુમરાહ બોલિંગ કરી શકશે? 

આ સીરિઝમાં જસપ્રીત બુમરાહ ભારતીય ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. બુમરાહે દરેક મેચમાં પોતાની શાનદાર બોલિંગથી ઓસ્ટ્રેલિયન બોલરોને પરેશાન કર્યા હતા. જસપ્રીત બુમરાહનું પ્રદર્શન આખી સીરિઝમાં સૌથી શાનદાર રહ્યું છે. બીજા દિવસે બુમરાહે 10 ઓવર નાખીને એક વિકેટ ઝડપી હતી. આ પછી તેણે મેદાન છોડવું પડ્યું હતું. બીજા દિવસની રમત સમાપ્ત થયા બાદ ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ કહ્યું હતું કે, જસપ્રીત બુમરાહને પીઠમાં દુખાવો થયો હતો અને હાલ મેડિકલ ટીમ તેની દેખરેખ કરી રહી છે. બીજા દિવસની રમત સમાપ્ત થયા બાદ હવે બુમરાહને લઈને લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે. એક રીપોર્ટમાં જણાવ્યા અનુસાર, 'બુમરાહ હાલ બેટિંગ કરવા માટે લગભગ તૈયાર છે, જયારે તે બોલિંગ કરી શકશે કે  નહી તે અંગે આવતીકાલે નિર્ણય લેવામાં આવશે અને તેની તબિયત કેવી છે તે જોયા પછી નિણર્ય લેવામાં આવશે.'

આ પણ વાંચો : IND VS AUS : બુમરાહે સિડનીમાં રચ્યો ઈતિહાસ, 47 વર્ષ બાદ તૂટ્યો બિશન બેદીનો રેકૉર્ડ

ભારતે બીજા દિવસે 145 રનની લીડ મેળવી લીધી હતી

ભારતીય ટીમે બીજા દિવસે ઓસ્ટ્રેલિયાને 181 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ત્યાર બાદ બીજી ઈનિંગમાં ભારતને બેટિંગ કરતા 145 રનની લીડ મેળવી લીધી છે. બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને 141 રન બનાવી લીધા હતા. ભારત માટે રિષભ પંતે 61 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. પંતે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.બુમરાહ ફરી ટીમ સાથે તો જોડાયો પણ શું બોલિંગ કરી શકશે? જાણીતા ખેલાડીએ આપ્યું અપડેટ 2 - image



Google NewsGoogle News