Get The App

ICC રેન્કિંગમાં બુમરાહની બૂમ..., મેલબર્ન ટેસ્ટ પહેલા રચ્યો ઈતિહાસ, જાણો કયો રેકોર્ડ બનાવ્યો

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
ICC રેન્કિંગમાં બુમરાહની બૂમ..., મેલબર્ન ટેસ્ટ પહેલા રચ્યો ઈતિહાસ, જાણો કયો રેકોર્ડ બનાવ્યો 1 - image

Jasprit Bumrah ICC Ranking : ICC એ આજે નવી રેન્કિંગ જાહેર કરી છે. જેમાં ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચી દીધો છે. હાલ બુમરાહ ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં નંબર-1 પર છે. આ સિવાય તેના રેટિંગ પોઈન્ટ પણ 900ને પાર કરી ગયા છે. જસપ્રીત બુમરાહના રેટિંગ પોઈન્ટ પણ વધીને 904 થઈ ગયા છે. આ એક ઐતિહાસિક રેકોર્ડ છે. આ સાથે જ બુમરાહ આટલા રેટિંગ પોઈન્ટ મેળવનાર પહેલો ભારતીય ઝડપી બોલર બની ગયો છે. ઓવરઓલ રીતે જોઈએ તો તે હવે આવું કારનામું કરનારો બીજો ભારતીય બોલર બની ગયો છે. તેણે સ્ટાર સ્પીનર ​​રવિચંદ્રન અશ્વિનની બરાબરી કરી લીધી છે.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં બુમરાહનું શાનદાર પ્રદર્શન  

અહીં તમને જણાવી દઈએ કે હાલ ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયાના પ્રવાસ પર છે. જ્યાં બાને ટીમો વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ 5 ટેસ્ટ મેચોની સીરિઝ રમાઈ રહી છે. જેમાંથી 3 મેચ હાલમાં જ બ્રિસ્બેનના ગાબા ખાતે રમાઈ હતી. જેમાં બુમરાહે પહેલી ઇનિંગમાં 76 રન આપીને 6 વિકેટ અને બીજી ઇનિંગમાં 18 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શનથી તેને ઘણો ફાયદો થયો હતો. જેથી કરીને તેણે 904 પોઈન્ટ સાથે ઐતિહાસિક રેકોર્ડ બનાવી દીધો છે. સીરિઝના પહેલી ટેસ્ટમાં બુમરાહે 8 અને બીજી ટેસ્ટમાં 4 વિકેટ ઝડપી હતી.   

આ પણ વાંચો : ભારતીય ટીમ મેલબોર્ન ટેસ્ટ જીતશે તો રચાશે નવો ઈતિહાસ, 1985માં ગુમાવી હતી મોટી તક

 અશ્વિન અને જાડેજા પણ ટોપ-10માં છે

ગાબા ટેસ્ટ ડ્રો થયા બાદ સ્ટાર સ્પીનર ​​રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. પરંતુ તે હજુ પણ ICC રેન્કિંગમાં પાંચમા સ્થાને છે. તેના 789 રેટિંગ પોઈન્ટ છે. આ પછી યાદીમાં ત્રીજા સ્થાને સ્પીનર ​​રવિન્દ્ર જાડેજા છે. જો કે તેને 4 સ્થાનનું નુકસાન થયું છે. તે હવે 10માં નંબર પર આવી ગયો છે.ICC રેન્કિંગમાં બુમરાહની બૂમ..., મેલબર્ન ટેસ્ટ પહેલા રચ્યો ઈતિહાસ, જાણો કયો રેકોર્ડ બનાવ્યો 2 - image


Google NewsGoogle News