બુમરાહનું દર્દ છલકાયું, વર્લ્ડકપ 2023ની ફાઈનલને યાદ કરી કહ્યું - 'એ અમ્પાયર્સ કૉલ ભારે પડ્યો...'
Image: IANS |
T20 World Cup 2023 Memories: ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતી ટીમ ઈન્ડિયાએ આઈસીસી ટ્રોફીની જોવાતી રાહનો અંત અપાવ્યો છે. પરંતુ આજે પણ વન ડે વર્લ્ડ કપ 2023 ફાઈનલનું દર્દ ચાહકો અને ખેલાડીઓના ર્હદયમાં અકબંધ છે. રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત અનેક વરિષ્ઠ ખેલાડીઓએ તે વર્લ્ડ કપ ફાઈનલની રાતને યાદ કરી અનેક વખત દુઃખ વ્યક્ત કર્યું છે. આ કડીમાં જસપ્રીત બુમરાહ પણ જોડાયો છે.
જસપ્રીત બુમરાહે તે ફાઈનલમાં માર્નસ લાબુશએનના એમ્પાયર કોલ ડિસિજન યાદ કરી દર્દ ઠાલવ્યું હતું. લાબુશેન આ મેચમાં 58 રન સાથે અણનમ રહ્યો હતો. પરંતુ જો ભારતને એમ્પ્યારનો સાથ મળતો તો દ્રશ્ય કંઈક અલગ જ હોત.
જસપ્રીત બુમરાહે 28મી ઓવરમાં માર્નસ લાબુશેનની વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ એલબીડબ્લ્યૂની અપીલ પણ કરી હતી, પરંતુ એમ્પ્યાર રિચર્ડ કેટલબોરોએ તે નકારી દીધી હતી. બુમરાહ સહિત તમામ ખેલાડીઓને વિકેટ ગઈ હોવાનો વિશ્વાસ હતો. કેપ્ટન રોહિત શર્માએ રિવ્યૂની પણ માગ કરી હતી.
આ પણ વાંચોઃ મુંબઇમાં રોહિત-હાર્દિકના કેપ્ટનશીપ 'વિવાદ'ની બુમરાહે ખોલી પોલ, ભૂલથી અંદરની વાત જણાવી
રિવ્યૂમાં બોલ સ્ટમ્પને અડીને પસાર થયો હતો. જેના કારણે એમ્પાયર્સ કોલ કરાર કરવામાં આવ્યો અને લાબુશેનને જીવનદાન મળ્યું, જ્યારે ભારતને નિરાશા.
એક મીડિયા ઈવેન્ટ દરમિયાન જસપ્રીત બુમરાહને પુછવામાં આવ્યું કે, તમારી કારકિર્દીમાં એમ્પાયરનો એ કયો નિર્ણય હતો, જેને તમે ખોટો ગણો છો. ત્યારે જસપ્રીત બુમરાહે વર્લ્ડ કપ 2023ના ફાઈનલની એ રાત યાદ કરી હતી. આજે પણ તે રિચર્ડ કેટલબોરોને જ્યારે પણ મળે છે, ત્યારે તે વિકેટ યાદ આવી જાય છે. વધુમાં કહ્યું કે, સાચું શું અને ખોટુ શું એ અલગ બાબત છે, પરંતુ વર્લ્ડ કપ ફાઈનલમાં એમ્પ્યાર કોલ પર માર્નસ લાબુશેનની વિકેટ ઝડપી હતી તેમાં નોટઆઉટનો વસવસો તો હંમેશા માટે રહેશે.
ઉલ્લેખનીય છે, વર્લ્ડ કપ 2023 ફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 240 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 47 રન પર જ ત્રણ વિકેટ ગુમાવી હતી. જો કે, ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેનની 192 રનની ભાગીદારીના કારણે આ તે ગેમ ચેન્જર સાબિત થયા, અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ પોતાના નામે કરી શકી.