ટીમ ઈન્ડિયાના ગુજ્જુ બોલરની વધુ એક સિદ્ધિ, દુનિયાનો નંબર 1 ટેસ્ટ બોલર બન્યો, અશ્વિનને નુકસાન
Image Source: Twitter
ICC Test Rankings: ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ICC દ્વારા જારી કરવામાં આવેલ બોલરોની ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. કાનપુરમાં બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં છ વિકેટ લેનાર બુમરાહે દેશબંધુ અશ્વિનને પછાડીને નંબર વનનું સ્થાન હાંસલ કર્યું છે. બુમરાહ દુનિયાનો નંબર 1 ટેસ્ટ બોલર બની ગયો છે. તેણે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને બંને ઈનિંગમાં માત્ર 67 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તેણે મેચની નિર્ણાયક ક્ષણો પર વિકેટ લીધી, જ્યારે પણ તેની ટીમને તેની જરૂર હતી.
બુમરાહથી માત્ર એક રેટિંગ પોઈન્ટ પાછળ અશ્વિન
તમિલનાડુના સ્પિનર એશ્વિને કાનપુર ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપી છે અને તે આ લિસ્ટમાં બીજા નંબર પર છે. અશ્વિન બુમરાહથી માત્ર એક રેટિંગ પોઈન્ટ પાછળ છે. રવીન્દ્ર જાડેજા ટોપ 10માં સામેલ થનાર ત્રીજો ભારતીય બોલર છે અને રેકિંગમાં તે છઠ્ઠા નંબર પર છે.
રેન્કિંગમાં અન્ય બોલરોની સ્થિતિ
શ્રીલંકાના સ્પિનર પ્રભાત જયસૂર્યાએ પોતાના કરિયરની બેસ્ટ રેન્કિંગ હાંસલ કરીને સાતમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેણે તાજેતરમાં જ ન્યુઝીલેન્ડ સામે 18 વિકેટ ઝડપી હતી અને 'પ્લેયર ઓફ ધ સીરીઝ'નો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. આ લિસ્ટમાં પાકિસ્તાનનો માત્ર એક બોલર સામેલ છે. ફાસ્ટ બોલર શાહીન આફરીદી 709 રેટિંગ પોઈન્ટ સાથે દસમાં નંબર પર છે.
Yashasvi Jaiswal
— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) October 2, 2024
Age : 22
Test Ranking : 3
T20I Ranking : 4
🫡💥 pic.twitter.com/kwc51uG1xe
ICC એ બેટ્સમેનોની પણ રેન્કિંગ જારી કરી છે, જ્યાં ભારતીય ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે કાનપુર ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાના કરિયરની બેસ્ટ રેન્કિંગ હાંસલ કરી છે. કાનપુર ટેસ્ટમાં 72 અને 51 રનની ઝડપી ઈનિંગ્સ રમનાર યશસ્વી હવે બે સ્થાનની છલાંગ લગાવીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. હવે તેમનાથી આગળ જો રૂટ અને કેન વિલિયમસન છે, જ્યારે વિરાટ કોહલીની ટોપ 10માં વાપસી થઈ ગઈ છે.
ફોર્મમાં ચાલી રહેલ શ્રીલંકાના બેટ્સમેન કામિન્દુ મેન્ડિસ પણ આગળ વધી રહ્યા છે. 26 વર્ષીય મેન્ડિસ પાંચ સ્થાનની છલાંગ 11માં સ્થાન પર પહોંચી ગયો છે. તેણે ન્યુઝીલેન્ડમાં તાજેતરમાં જ રમાયેલી ટેસ્ટ સીરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.