Get The App

મુંબઇમાં રોહિત-હાર્દિકના કેપ્ટનશીપ 'વિવાદ'ની બુમરાહે ખોલી પોલ, ભૂલથી અંદરની વાત જણાવી

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
મુંબઇમાં રોહિત-હાર્દિકના કેપ્ટનશીપ 'વિવાદ'ની બુમરાહે ખોલી પોલ, ભૂલથી અંદરની વાત જણાવી 1 - image

Jasprit Bumrah On Rohit-Hardik MI Captainship: વર્ષ 2024ની આઈપીએલ સીઝન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં ઘણાં વિવાદો જોવા મળ્યા હતા. મુંબઈએ તે સીઝનમાં ટીમ માટે પાંચ વખત ખિતાબ જીતી ચૂકેલા કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને ટીમનો નવો કેપ્ટન બનાવ્યો હતો. મુંબઈએ કેશ ડીલ કરીને ગુજરાત ટાઇટન્સ પાસેથી ટ્રેડ દ્વારા હાર્દિકને ટીમમાં સામેલ કર્યો હતો. હાર્દિકને ટીમનો કેપ્ટન બનાવાતા ચાહકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પૂરી સીઝન દરમિયાન ચાહકો દ્વારા હાર્દિકની ભારે ટીકા કરાઈ હતી. હવે ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રિત બુમરાહે હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા વચ્ચેના કેપ્ટનશીપ વિવાદ પર મોટો ખુલાસો કર્યો છે.

આ પણ વાંચો: IND vs SL: 'દૌલત હૈ, શોહરત હૈ, ઇજ્જત...? સૂર્યકુમાર યાદવે વાયરલ VIDEOમાં ગંભીર વિશે શું કહ્યું? જોઈ લો

ટીમ તરીકે કોઈ વ્યક્તિને પાછળ છોડી શકતા નથી

બુમરાહે જણાવ્યું હતું કે, ટીમમાં બધા ખેલાડીઓ એકબીજાને સપોર્ટ કરે છે. હાર્દિક પંડ્યાને પણ ટીમ તરફથી સંપૂર્ણ સમર્થન મળી રહ્યું હતું. નવા કેપ્ટન સાથે ટીમના ખેલાડીઓ સારી રીતે વાત કરી રહ્યા હતા. અમે એકબીજાને મદદ કરી રહ્યા છીએ. અમે એક ટીમ તરીકે કોઈ વ્યક્તિને પાછળ છોડી શકતા નથી. અમે હંમેશાં એકબીજાને મદદ કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. મેં હાર્દિક સાથે ઘણું ક્રિકેટ રમ્યું છે. અમે હંમેશાં તેની સાથે છીએ. જરૂરતના સમયે તેની મદદ પણ કરી રહ્યા છીએ. પરંતુ ત્યારે તમારું અંદરનું સર્કલ તમારી મદદ કરે છે. જો કે ટીમ તરીકે  અમે આ પ્રકારની બાબતોને પ્રોત્સાહન નથી આપતા. કેટલીક બાબતો નિયંત્રણની બહાર હોય છે. 

આ પણ વાંચો: 'ચેમ્પિયન્સ ટ્રોફી રમવા ખેલાડીઓ...', ટીમ ઈન્ડિયાના 'ટર્બનેટર' એ ફરી પાકિસ્તાનને સંભળાવી ખરી-ખોટી

ભારતીય ટીમે T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ બાર્બાડોસમાં જીત્યો હતો. આ ખિતાબ જીતવામાં ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની મહત્વની ભૂમિકા હતી. ત્યારબાદ ચાહકોની નજરોમાં હાર્દિકની છબી બદલાઈ ગઈ હતી. T20 વર્લ્ડકપ બાદ હાર્દિક ટીમનો સ્ટાર ખેલાડી બની હયો હતો.



Google NewsGoogle News