જસપ્રીત બુમરાહનું ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવાનું કન્ફર્મ નહીં, રોહિત શર્માનું ચોંકાવનારું નિવેદન
Jasprit Bumrah Fitness For Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ચૂકી છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બુમરાહ ચોક્કસપણે ટીમનો ભાગ છે, પરંતુ તેની ફિટનેસ અંગે હજુ પણ પ્રશ્નો ઉભા છે. કેપ્ટન રોહિત શર્માએ બુમરાહને લઈને એક ચોંકાવનારું નિવેદન આપ્યું હતું, જે બાદ એવી અટકળો શરૂ થઈ ગઈ હતી કે બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે.
આ પણ વાંચો : હાર્દિક પંડ્યાની લીડરશીપ અચાનક કેવી રીતે છીનવાઈ? દિગ્ગજ ભારતીય ક્રિકેટર પણ અચરજમાં
અર્શદીપ સિંહને ટીમમાં સામેલ કરાયો
રોહિત શર્માએ કહ્યું કે, 'અમને હજુ સુધી બુમરાહ વિશે સંપૂર્ણ ખાતરી નથી, જેના કારણે અર્શદીપ સિંહને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.' આ ઉપરાંત મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે પણ બુમરાહની સ્થિતિ અંગે અપડેટ આપતાં કહ્યું કે, 'બુમરાહની ફિટનેસને લઈને હજુ ફેબ્રુઆરીની શરૂઆત સુધી રાહ જોવી પડશે.'
હાલના તબક્કે જસપ્રીત બુમરાહ વિશે ખાતરી નથી
રોહિત શર્માએ જસપ્રીત બુમરાહ વિશે કહ્યું, 'અમને હાલના તબક્કે જસપ્રીત બુમરાહ વિશે ખાતરી નથી, તેથી અમે કોઈ એવી વ્યક્તિ ઇચ્છતા હતા જે તેની ભૂમિકા ભજવી શકે. અમે અર્શદીપ સિંહને પસંદ કર્યો.'
આ પણ વાંચો : ભારતના દિગ્ગજ ખેલાડીએ પંતને અરીસો બતાવતા આપી સલાહ, સંજુ સેમસનના કર્યા વખાણ
અમે બુમરાહની ફિટનેસની રાહ જોઈ રહ્યા છીએ
મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે જસપ્રીત બુમરાહની ફિટનેસ વિશે કહ્યું, 'અમે બુમરાહની ફિટનેસની રાહ જોઈ રહ્યા છીએ અને ફેબ્રુઆરીની શરૂઆતમાં BCCI મેડિકલ ટીમ પાસેથી તેની સ્થિતિ વિશે જાણીશું.'