Get The App

હાર્દિક પંડ્યા અને શુભમન ગિલનું પત્તું કપાશે! વનડેમાં આ સ્ટાર બોલરને વાઇસ કેપ્ટન બનાવશે ભારત

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
હાર્દિક પંડ્યા અને શુભમન ગિલનું પત્તું કપાશે! વનડેમાં આ સ્ટાર બોલરને વાઇસ કેપ્ટન બનાવશે ભારત 1 - image


Jasprit Bumrah may be the Vice-Captain of the Indian Team: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં નિરાશાજનક પ્રદર્શન બાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામેની T20 અને ODI સીરિઝમાં સારુ રમવાની કોશિશ કરશે. ઘરઆંગણે રમાયેલી સીરિઝ બાદ ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઉતરવાનું છે. ICCની આ ઈવેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી પાકિસ્તાનમાં રમાશે. ભારતે પાકિસ્તાનમાં રમવાની ના પાડતાં હવે તે મેચ દુબઈમાં રમશે. રોહિત શર્માને 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતના કેપ્ટન તરીકે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2024 T20 વર્લ્ડ કપ જીત્યા બાદ થોડા દિવસો પછી તેની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: આ કોઈ નવો વાઇરસ નથી, સ્થિતિ પર અમારી નજર છે...’ HMPV મુદ્દે આરોગ્ય મંત્રી નડ્ડા

શુભમનને પણ આ જવાબદારી આપવામાં આવશે નહીં

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમનું વાઈસ કેપ્ટન કોણ હશે, તેને લઈને મીડિયામાં સમાચાર આવી રહ્યા છે. T20 વર્લ્ડ કપ પછી શુભમન ગિલને ભારતની લીડરશીપ ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યો હતો અને તેને વ્હાઈટ-બોલ ટીમોના વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. હાર્દિક પંડ્યા જે 2024 વર્લ્ડ કપ અને 2023 ODI વર્લ્ડ કપમાં રોહિતનો ડેપ્યુટી હતો. તેને સાઈડલાઈન કરવામાં આવ્યો હતો. હવે એવું લાગે છે કે શુભમનને પણ આ જવાબદારી આપવામાં આવશે નહીં.

દક્ષિણ આફ્રિકા સામેની વનડે સીરિઝમાં વાઇસ-કેપ્ટન હતો

એક અહેવાલ પ્રમાણે આગામી ટુર્નામેન્ટ માટે ODI ટીમમાં ફેરફાર કરવામાં આવી શકે છે. જેમાં ભારતીય ટીમનો ઝડપી બોલર જસપ્રિત બુમરાહ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતનો વાઇસ કેપ્ટન હોઈ શકે છે. બુમરાહ 2022 ની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા સામેની વનડે સીરિઝમાં વાઇસ-કેપ્ટન હતો. તેણે 2023માં આયર્લેન્ડ સામેની ટી20 સીરિઝમાં પણ કેપ્ટનશીપ કરી છે.

આ પણ વાંચો: આરામ નહીં મળે, ઘરેલુ મેચો રમવી પડશે... શું ગૌતમ ગંભીરનો આદેશ માનશે રોહિત અને કોહલી?

હાલમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટીમની કમાન સંભાળનાર જસપ્રિત બુમરાહે વર્ષ 2022માં ઈંગ્લેન્ડમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટમાં કેપ્ટનશિપની શરૂઆત કરી હતી. બીસીસીઆઈ આ અઠવાડિયે ઈંગ્લેન્ડ સામે રમાનાર સીરીઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાત કરી શકે છે. 


Google NewsGoogle News