Get The App

નિવૃત્તિ મામલે જસપ્રીત બુમરાહની મોટી જાહેરાત, વાનખેડેમાં ઝૂમી ઉઠ્યા ફેન્સ

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
નિવૃત્તિ મામલે જસપ્રીત બુમરાહની મોટી જાહેરાત, વાનખેડેમાં ઝૂમી ઉઠ્યા ફેન્સ 1 - image


Japrit Bumrah: બાર્બાડોસમાં રમાયેલી T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને હરાવીને ટ્રોફી જીતી હતી. આ જીત બાદ સમગ્ર ભારતમાં ભારે જશ્ન મનાવવામાં આવ્યો હતો. ગઈકાલે, ટીમના તેમના દેશ પરત ફરતા વિજય પરેડ યોજવામાં આવી હતી જેના સુંદર વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. 

જે બાદ વાનખેડે સ્ટેડિયમમાં ખેલાડીઓ માટે એક સન્માન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે નિવૃત્તિ અંગે નિવેદન આપ્યું હતું. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો.

નિવૃત્તિને લઇને કહી આ વાત 

ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે વાનખેડે સ્ટેડિયમમાં સન્માન સમારોહ દરમિયાન કહ્યું કે, “'મારી નિવૃત્તિ ઘણી દૂર છે. મેં હમણાં જ શરૂઆત કરી છે. આશા છે કે, આ સફર ઘણી આગળ વધતી રહેશે.”

બુમરાહે T20 વર્લ્ડ કપમાં જોરદાર બોલિંગ કરી અને માત્ર 4.17ની ઇકોનોમીમાં રન આપ્યા અને ટૂર્નામેન્ટમાં ત્રીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. 

બુમરાહ ભાવુક થયો

ભારત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યા બાદ દરેક ખેલાડીઓના ચહેરા પર ખુશીના આંસુ હતા. બુમરાહ માટે, તેના પુત્ર અંગદની હાજરીએ તેને ઇમોશનલ કરી દીધો હતો.  બુમરાહે કહ્યું, 'તે અવાસ્તવિક હતું. સામાન્ય રીતે, હું શબ્દોની ખોટ અનુભવું છું, પરંતુ મારા પુત્રને જોયા પછી મારી અંદર જે લાગણીઓ આવી તે આશ્ચર્યજનક હતી. હું મેચ પછી ક્યારેય રડતો નથી, પરંતુ હું રડવા લાગ્યો અને હું બે, ત્રણ વખત રડ્યો.

બુમરાહ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ

ટાઇટલ મેચમાં જ્યારે સાઉથ આફ્રિકાને 30 બોલમાં 30 રનની જરૂર હતી ત્યારે ભારતની જીતની આશા ઓછી જણાતી હતી. બોલ બુમરાહને સોંપવામાં આવ્યો અને તેણે છેલ્લી પાંચ ઓવરમાંથી બે ઓવર નાખી અને માત્ર છ રનમાં માર્કો જેન્સનની વિકેટ લીધી. અહીંથી જ ભારતે મેચમાં વાપસી કરી હતી. હાર્દિક પંડ્યાએ હેનરિક ક્લાસેન અને પછી ડેવિડ મિલરની વિકેટ લઈને ભારતની જીત સુનિશ્ચિત કરી હતી.


Google NewsGoogle News