બુમરાહે રચ્યો ઈતિહાસ, ટેસ્ટમાં સૌથી ઝડપી 200 વિકેટ લેનારા ભારતીય બોલરની ક્લબમાં થયો સામેલ
Jasprit Bumrah Record: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે એમસીજી ટેસ્ટ મેચનો આજે ચોથો દિવસ છે. આ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાની ટીમે પોતાની પહેલી ઇનિંગમાં 474 રન બનાવ્યા હતાં. સ્ટીવ સ્મિથે અણનમ 140 રનનું યોગદાન આપ્યું છે. જવાબમાં ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 369 રનનો સ્કોર બનાવ્યો. એટલે પહેલી ઇનિંગના આધારે ઓસ્ટ્રેલિયાને 105 રનની લીડ મળી. ભારત તરફથઈ પહેલી ઇનિંગમાં નીતિશ રેડ્ડીએ શાનદાર 114 રન બનાવ્યા હતાં.
બુમરાહે રચ્યો ઈતિહાસ
જ્યારે બીજી ઇનિંગ શરૂ તો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે તરખાટ મચાવી દીધો. બુમરાહે ઓસ્ટ્રેલિયાને એક બાદ એક ઝટકા આપ્યા હતાં. જેના કારણે ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં 91 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. બુમરાહે આ છ માંથી ચાર વિકેટ લીધી હતી. આ દરમિયાન બુમરાહે ટ્રેવિસ હેડને નીતિશ રેડ્ડીના હાથે કેચ આઉટ કરાવીને ઈતિહાસ રચ્યો હતો. બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 200 વિકેટ પૂરી કરી.
આ પણ વાંચોઃ IND vs AUS 4th Test LIVE: બુમરાહનો તરખાટ, કાંગારૂ બેટર ઘૂંટણીએ, 173 રનમાં 9 વિકેટ પડી
બુમરાહ સૌથી ઝડપી 200 ટેસ્ટ વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. બુમરાહે મોહમ્મદ શમીને પાછળ છોડી દીધો, જેણે 9896 બોલ ફેંકીને 200 ટેસ્ટ વિકેટ લીધી હતી. એકંદરે જસપ્રીત બુમરાહ આ મામલે ચોથા નંબરે છે. બુમરાહે 200 ટેસ્ટ વિકેટ લેવા માટે 8484 બોલ લીધા છે. વકાર યુનિસ (પાકિસ્તાન), ડેલ સ્ટેન (દક્ષિણ આફ્રિકા) અને કાગિસો રબાડા (દક્ષિણ આફ્રિકા) આ મામલે બુમરાહથી આગળ છે.
સૌથી ઝડપી 200 ટેસ્ટ વિકેટ
- 7725- વકાર યુનુસ
- 7848- ડેલ સ્ટેઈન
- 8153- કાગીસો રબાડા
- 8484- જસપ્રીત બુમરાહ
જોવામાં આવે તો, ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી 200 વિકેટ લેનારા ભારતીય બોલરોની યાદીમાં બુમરાહ સંયુક્ત રીતે બીજા ક્રમે છે. રવિન્દ્ર જાડેજાએ પણ 44મી ટેસ્ટમાં 200 વિકેટ પૂરી કરી હતી. ભારતીયોમાં આર. બુમરાહ કરતાં માત્ર અશ્વિન જ 200 ઝડપી વિકેટ લેવામાં સફળ રહ્યો છે. અશ્વિને 38મી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી.
આ મામલે બુમરાહ આવ્યો સૌથી પહેલો
200 કે તેથી વધારે ટેસ્ટ વિકેટ લેવા મામલે જસપ્રીત બુમરાહની સરેરાશ સૌથી શ્રેષ્ઠ છે. આ મામલે બુમરાહે વેસ્ટ ઈન્ડિઝની ત્રણેય મેલ્કમ માર્શલ, જોએલ ગાર્નર અને કર્ટલી એમ્બ્રોઝને પાછળ છોડી દીધા છે. બુમરાહે અત્યાર સુધી 44 ટેસ્ટ મેચોમાં 19.38ની એવરેજથી 202 વિકેટ ઝડપી છે.
શ્રેષ્ઠ ટેસ્ટ સરેરાશ (ઓછામાં ઓછી 200 વિકેટ)
- જસપ્રીત બુમરાહ (ભારત) - 202 વિકેટ (19.38 સરેરાશ)
- માલ્કમ માર્શલ (વેસ્ટ ઈન્ડિઝ) – 376 વિકેટ (20.94 સરેરાશ)
- જોએલ ગાર્નર (વેસ્ટ ઈન્ડિઝ) – 259 વિકેટ (20.97 સરેરાશ)
- કર્ટલી એમ્બ્રોઝ (વેસ્ટ ઈન્ડિઝ) – 405 વિકેટ (20.99 સરેરાશ)
- ફ્રેડ ટ્રુમેન (ઇંગ્લેન્ડ) - 307 વિકેટ (21.57 સરેરાશ)
- ગ્લેન મેકગ્રા (ઓસ્ટ્રેલિયા) – 563 વિકેટ (21.64 સરેરાશ)
MCG ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ-11: ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટન્સ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (wk), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.
MCG ટેસ્ટ માટે ભારતના પ્લેઈંગ-11: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.