Get The App

VIDEO : બુમરાહે કરી અશ્વિનની નકલ, પ્રેક્ટિસ સેશનનો મજેદાર વીડિયો આવ્યો સામે

ટેસ્ટ સીરિઝની બીજી મેચ આજે કેપ ટાઉનમાં રમાશે

પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ભારતને એક ઇનિંગ અને 32 રનથી હરાવ્યું હતું

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
VIDEO : બુમરાહે કરી અશ્વિનની નકલ, પ્રેક્ટિસ સેશનનો મજેદાર વીડિયો આવ્યો સામે 1 - image


Jasprit Bumrah Imitates R Ashwin Bowling Action : સાઉથ આફ્રિકા સામે બીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ખેલાડીઓનો એક મજેદાર વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની નકલ કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અશ્વિન પણ બુમરાહને ચુપચાપ જોઈ રહ્યો હતો.

બુમરાહે કરી અશ્વિનની નકલ

સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન બુમરાહ બોલિંગ કરતો જોવા મળી રહ્યો છે. તે અશ્વિનની જેમ રન-અપ લેતો જોવા મળી રહ્યો છે. આ સાથે બુમરાહની બોલને પકડવાની સ્ટાઈલ અને તેના હાથની હિલચાલ પણ અશ્વિન જેવી જ છે. બુમરાહ બોલિંગ એક્શન બાદ ફોલો થ્રુ પણ અશ્વિન જેવો જ રાખે છે. આ જોઇને યુવા ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા પણ હસવા લાગે છે. આ સાથે ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ પણ આ મજાક-મસ્તીને જોઈ રહ્યા હતા.

સીરિઝ ડ્રો કરવાના ઈરાદા સાથે ભારત ઉતરશે મેદાનમાં

ભારતીય ક્રિકેટ ટીમ આજે કેપ ટાઉનમાં સાઉથ આફ્રિકા સાથે ટકરાશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી 2 મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ આજે બપોરે 1:30 વાગ્યે શરુ થશે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને એક ઇનિંગ અને 32 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ભારતનું સાઉથ આફ્રિકામાં પ્રથમ વખત ટેસ્ટ સીરિઝ જીતવાનું સપનું તૂટી ચુક્યું છે. હવે ભારતીય ટીમ આ ટેસ્ટ સીરિઝને ડ્રો કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

VIDEO : બુમરાહે કરી અશ્વિનની નકલ, પ્રેક્ટિસ સેશનનો મજેદાર વીડિયો આવ્યો સામે 2 - image


Google NewsGoogle News