VIDEO : જીત બાદ એટલો ખુશ થયો બુમરાહ કે ઈન્ટરવ્યૂ લેવા આવેલી પત્નીને મેદાનમાં જ ભેટી પડ્યો
Image : IANS |
T20 World Cup Bumrah Viral Video: વિજયના આનંદમાં દરેક વ્યક્તિ તેમાં ડૂબી જાય છે. પછી ભલે તે ક્રિકેટના ચાહકો હોય કે ક્રિકેટરો પોતે. ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીત બાદ કંઈક આવું જ જોવા મળ્યું. થયું એવું કે ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ, જેણે આખી ટૂર્નામેન્ટમાં શાનદાર બોલિંગ કરી. એક રીતે જોઈએ તો ટીમ ઈન્ડિયાની દરેક જીતમાં તે ટ્રમ્પ કાર્ડ રહ્યો છે, પછી તે ફાઈનલ મેચ હોય કે ગ્રૂપ સ્ટેજ કે પછી સુપર-8ની મેચ હોય. બુમરાહે દરેક મેચમાં સંપૂર્ણ અનુશાસન સાથે શાનદાર બોલિંગ કરી હતી.
મેચ વચ્ચે ભલે અનુશાસનમાં રહ્યો પણ...
જો કે જસપ્રીત બુમરાહ મેચ દરમિયાન સંપૂર્ણ રીતે અનુશાસનમાં રહ્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયાએ કપ જીત્યા બાદ ઈન્ટરવ્યૂમાં તે પોતાની ભાવનાઓને કાબૂમાં રાખવામાં નિષ્ફળ રહ્યો હતો. આ જ કારણ છે કે જ્યારે તેની પત્ની તેનો ઈન્ટરવ્યૂ લઈ રહી હતી ત્યારે તે જીતની ખુશીમાં પોતાની પ્રોફેશનલ લાઈફ ભૂલી ગયો હતો. આ જ કારણ છે કે ઇન્ટરવ્યુ પછી તરત જ તેણે તેની પત્નીને ગળે લગાવી દીધી.
આ પણ વાંચો : રોહિત, વિરાટ, હાર્દિક....વર્લ્ડકપ જીત્યાં બાદ ટીમ ઈન્ડિયાના દિગ્ગજોની આંખો છલકાઈ
બુમરાહે પત્નીને ગળે લગાવીને જીતનો આનંદ વ્યક્ત કર્યો
ટીમ ઈન્ડિયાની T-20 વર્લ્ડ કપ જીત બાદ આ ઘટના બની હતી. ખરેખર તો ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશન ટીવી એન્કર અને પ્રેઝન્ટર છે. ટી-20 વર્લ્ડ કપ દરમિયાન તે સતત ટીવી સ્ક્રીન પર જોવા મળી રહી છે. બાર્બાડોસમાં શનિવારે મોડી રાત્રે જ્યારે ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું ત્યારે સંજના ગણેશન પણ મેચ પછીની ઉજવણીને કવર કરી રહી હતી. આ દરમિયાન સંજનાએ ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર જસપ્રિત બુમરાહનો ઈન્ટરવ્યૂ શરૂ કર્યો. શરૂઆતમાં બધું સારું ચાલ્યું. બુમરાહે જીત અંગે પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
ઈન્ટરવ્યૂ બાદ બુમરાહ પોતાની ભાવનાઓને કાબૂમાં રાખી શક્યો નહીં
ઈન્ટરવ્યૂ પૂરો થતાં જ જસપ્રિત બુમરાહે અંતિમ કોમેન્ટ બાદ તરત જ તેની પત્ની ટીવી એન્કર સંજનાને ગળે લગાવી દીધી. તેણે જે રીતે પોતાની જીતનો આનંદ ઓનસ્ક્રીન વ્યક્ત કર્યો તે ખૂબ જ ચોંકાવનારો હતો. કારણ કે બુમરાહ ખૂબ જ શાંત ખેલાડી માનવામાં આવે છે. મેચ દરમિયાન, તે મેદાન પર હોય કે મેદાનની બહાર, તે પોતાની જાતને ખૂબ સંતુલિત રાખે છે. જો કે, T20 વર્લ્ડ કપની જીત બાદ તે પોતાની ભાવનાઓને કાબૂમાં રાખવામાં નિષ્ફળ રહ્યો હતો.