Get The App

બૂમ બૂમ બુમરાહ... જ્યારે જરૂર પડી ત્યારે ટીમ ઈન્ડિયાને વિકેટ અપાવી, વર્લ્ડકપમાં રહ્યો 'હીરો'

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
Jasprit Bumrah brilliant bowling in T20 World Cup 2024

Jasprit Bumrah Performance in T20 World Cup 2024: ભારત T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ત્યારે ટીમના દરેક ખેલાડીએ પોતાનું શાનદાર પ્રદર્શન કરીને આ વર્લ્ડકપને મેળવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું. પરંતુ આ ટુર્નામેન્ટમાં જસપ્રીત બુમરાહે પોતાની શાનદાર બોલિંગથી વિરોધી ટીમને પછાડી દીધી હતી. તેમણે ભારતીય ટીમ માટે વિકેટ ત્યારે અપાવી જ્યારે ભારતીય ટીમને ખૂબ જ જરૂર હતી. બુમરાહે T20 વર્લ્ડ કપના એક જ એડિશનમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો ભારતીય બોલર છે. બુમરાહથી વધુ વિકેટ અર્શદીપ સિંહે(17)એ લીધી છે.

આ પણ વાંચો: ભારતે 17 વર્ષ વર્લ્ડ કપ જીતી રેકોર્ડ્સનો ખડકલો સર્જ્યો, રોહિત બ્રિગેડની સિદ્ધિઓની આ રહી યાદી

બુમરાહે પોતાની બોલિંગથી બેટરને મુશ્કેલીમાં મૂકી દીધા

જસપ્રીત બુમરાહને આ વર્લ્ડકપનો સૌથી કંજૂસ બોલર કહેવામાં આવે તો એ આશ્ચર્યની વાત નથી. જસપ્રીત બુમરાહે વર્લ્ડ કપમાં પોતાની પહેલી મેચ આયર્લેન્ડ સામે રમી હતી. જેમાં ભારતીય ટીમે વિજય મેળવ્યો હતો. આ મેચમાં બુમરાહે 3-1-6-2નો બોલિંગ સ્પેલ કર્યો હતો. જેના થકી ભારતીય ટીમે આયર્લેન્ડને એકતરફી પરાજય આપ્યો હતો. બુમરાહને તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે 'પ્લેયર ઓફ ધ મેચ'નો ખિતાબ આપવામાં આવ્યો હતો.

પાકિસ્તાન સામેની મેચમાં બુમરાહે ત્રણ મહત્ત્વપૂર્ણ વિકેટો લીધી હતી. તેને બાબર આજમ. મોહમ્મદ રિજવાન અને ઇફ્તિખાર અહમદને આઉટ કરીને લો સ્કોરિંગ મેચમાં ભારતને મહત્ત્વનો વિજય અપાવ્યો હતો. અમેરિકા સામે જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 25 રન આપ્યા જોકે તે કોઈ વિકેટ મેળવવામાં સફળ રહ્યો ન હતો. આ પછી બુમરાહ ફરી એકવાર અફઘાનિસ્તાન સામે ખતરનાક ફોર્મમાં જોવા મળ્યો. અહીં તેણે 4-1-7-3નો બોલિંગ સ્પેલ કર્યો હતો.

બાંગ્લાદેશ સામેની મેચમાં બુમરાહે સેટ બેટર હસન શાંતો(40)ની મહત્ત્વની વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશ દેશ સામે 4 ઓવરમાં 13 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ જ પ્રદર્શન તેને ઓસ્ટ્રેલિયા સામે કર્યું હતું. જ્યારે ટ્રેવિસ હેડ (76) ફુલ ફોર્મમાં હતો ત્યારે તેને બુમરાહે આઉટ કરી મેચને ભારતની દિશામાં ફેરવી દીધી હતી. ઇંગ્લેન્ડ સામેની સેમિ ફાઇનલ મેચમાં બુમરાહે ફિલ સોલ્ટને ક્લીન અને જોફ્રા આર્ચરને ક્લીન બોલ્ડ કરીને મેચ પૂરી કરી હતી.

આ પણ વાંચો: VIDEO : સૂર્યકુમાર યાદવે કરેલા શાનદાર કેચ પર વિવાદ છંછેડાયો, વાયરલ વીડિયો પર આવી પ્રતિક્રિયા

ફાઈનલમાં બુમરાહે મચાવી ધૂમ

ફાઈનલ મેચમાં પણ જસપ્રીત બુમરાહનો જાદુ કામ કરી ગયો. બુમરાહે 4 ઓવરમાં 18 રન આપીને બે વિકેટ ઝડપી હતી. સૌથી પહેલા બુમરાહે રીઝા હેન્ડ્રિક્સને ક્લીન બોલ્ડ કર્યો હતો. ત્યાર બાદ 18મી ઓવરમાં માર્કો જાનસેનને બોલ્ડ કર્યો હતો. બુમરાહે 18મી ઓવરમાં માત્ર 2 રન જ આપ્યા હતા. જેને મેચનો ટર્નિંગ પોઈન્ટ કહી શકાય. બુમરાહે T20 વર્લ્ડ કપ 2024માં કુલ 8 મેચમાં 4.17ના ઇકોનોમી રેટથી 15 વિકેટ લીધી હતી. બુમરાહને વર્લ્ડકપનો 'પ્લેયર ઓફ ધ સિરીઝ' જાહેર કરવામાં આવ્યો હતો.

T20 વર્લ્ડકપ 2024માં ભારતની સફર

મેચ નંબર 1: 46 બોલ બાકી હતા તે પહેલા જ ભારતે આયર્લેન્ડને 8 વિકેટે હરાવ્યું.

મેચ નંબર 2: ન્યૂયોર્કમાં ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું

મેચ નંબર 3: ભારતે અમેરિકા સામે 10 બોલ પહેલા 7 વિકેટે મેચ જીતી લીધી હતી.

મેચ નંબર 4: ફ્લોરિડામાં કેનેડા સામેની ભારતની મેચ વરસાદને કારણે રદ થઈ હતી.

મેચ નંબર 5: ભારતે અફઘાનિસ્તાનને 47 રનથી હરાવ્યું.

મેચ નંબર 6: ભારતે બાંગ્લાદેશને 50 રનથી હરાવ્યું.

મેચ નંબર 7: ભારતે ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું.

મેચ નંબર 8: સેમિફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું.

મેચ નંબર 9: ભારતે ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું.



Google NewsGoogle News