Get The App

ફૂટબૉલ વર્લ્ડકપમાં બીજો મોટો અપસેટ, જાપાને હવે જર્મનીને હરાવ્યું

ફૂટબૉલ વર્લ્ડકપમાં આજે બીજો મોટો ઉલટફેર

અગાઉ સાઉદી અરબે આર્જેન્ટિનાને હરાવી અપસેટ સર્જ્યો હતો

Updated: Nov 23rd, 2022


Google NewsGoogle News
ફૂટબૉલ વર્લ્ડકપમાં બીજો મોટો અપસેટ, જાપાને હવે જર્મનીને હરાવ્યું 1 - image


FIFA WORLD CUP 2022: બુધવારે ફિફા વર્લ્ડ કપમાં જાપાને જર્મનીને ગ્રુપ સ્ટેજની મેચમાં 2-1થી હરાવીને ચોંકાવી દીધું હતું. આર્જેન્ટિના સામે સાઉદી અરેબિયાની જીત બાદ ટૂર્નામેન્ટમાં વધુ એક મોટો અપસેટ સર્જાયો છે.

બુધવારે દોહાના ખલીફા ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ગ્રૂપ E મેચ (Germany vs Japan)માં જાપાને જર્મનીને 2-1થી હરાવીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. આર્જેન્ટીના સામે સાઉદી અરેબિયાની જીત બાદ કતાર વર્લ્ડ કપમાં વધુ એક મોટો અપસેટ સર્જાયો છે. 

જર્મનીએ 33મી મિનિટે પેનલ્ટી મેળવીને પ્રથમ ગોલ કર્યો હતો. પરંતુ બીજા હાફમાં શાનદાર કમબેક કરતા જાપાને પહેલા બરાબરી કરી અને પછી 83મી મિનિટે બીજો ગોલ કરીને લીડ મેળવી, જેને તેણે ફાઈનલ વ્હીસલ સુધી જાળવી રાખી. Ilkay Gundogan એ મેચમાં સ્કોરિંગની શરૂઆત કર્યા બાદ પણ જર્મનીની હાર ટીમ માટે મોટો ફટકો છે.

છેલ્લી 15 મિનિટમાં Ritsu Doan અને Takuma Asano તરફથી કરાયેલ ગોલથી Manuel Neuerની ટીમને કારમી હાર મળી હતી. જાપાનના ગોલકીપર શુઇચી ગોંડા દ્વારા વિંગ બેક ડેવિડ રૌમને ફાઉલ કરવામાં આવ્યા બાદ Ilkay Gundoganએ પેનલ્ટી વડે લીડ મેળવી હતી.

પ્રમુખ ચેમ્પિયનશિપની શરૂઆતની મેચમાં જર્મનીનો આ સતત ત્રીજો પરાજય છે. વર્લ્ડ કપ 2018માં ચેમ્પિયન તરીકે પ્રવેશેલી જર્મન ટીમને પ્રથમ રાઉન્ડમાં મેક્સિકોએ પરાજય આપ્યો હતો. યુરો 2020માં પણ તેને પ્રથમ મેચમાં ફ્રાન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.



Google NewsGoogle News