ભારત ફાઈનલમાં હારશે, પાકિસ્તાન સેમીફાઈનલમાં પણ નહીં પહોંચે', આ દિગ્ગજ ખેલાડીએ કરી ભવિષ્યવાણી

દક્ષિણ આફ્રિકાની ટીમે હાલમાં રમાયેલી વનડે મેચોમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
ભારત ફાઈનલમાં હારશે, પાકિસ્તાન સેમીફાઈનલમાં પણ નહીં પહોંચે', આ દિગ્ગજ ખેલાડીએ કરી ભવિષ્યવાણી 1 - image
Image:Twitter

World Cup 2023 : આવતીકાલથી વર્લ્ડ કપ 2023ની શરૂઆત થઇ જશે. પરંતુ વર્લ્ડ કપની શરૂઆત પહેલા ઇંગ્લેન્ડ(James Anderson World Cup 2023 Prediction)ના દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને એક ભવિષ્યવાણી કરી છે. આ ભવિષ્યવાણીમાં તેણે જણાવ્યું હતું કે કઈ ટીમ સેમિફાઈનલમાં પહોંચશે અને કઈ ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઇ જશે. તેણે ફાઈનલિસ્ટ અને ચેમ્પિયન ટીમના પણ નામ જણાવ્યા હતા. આ દરમિયાન તેણે ભારત અને પાકિસ્તાનને લઈને પણ વાત કરી હતી.

આ ટીમો પહોંચશે સેમિફાઈનલમાં 

એન્ડરસને એક સ્પોર્ટ્સ ચેનલ સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, 'ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ભારતની ટીમ સેમિફાઈનલમાં પહોંચશે. પાકિસ્તાનની ટીમ સેમિફાઈનલમાં પહોંચી શકશે નહીં. ન્યુઝીલેન્ડની ટીમ સાથે પણ આવું જ થશે. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ઇંગ્લેન્ડ અને ભારતની ટીમ વચ્ચે રમાશે અને મને લાગે છે કે ઇંગ્લેન્ડ ભારતને હરાવી ચેમ્પિયન બનશે. આ દરમિયાન એન્ડરસને દક્ષિણ આફ્રિકા માટે કહ્યું, 'દક્ષિણ આફ્રિકાની ટીમે હાલમાં જ રમાયેલી વનડે મેચોમાં ઓસ્ટ્રેલિયા સામે જે રીતે પ્રદર્શન કર્યો છે તે મને ખુબ જ જબરદસ્ત લાગ્યો હતો. તેમની પાસે બેટિંગ અને બોલિંગમાં સારા વિકલ્પો છે.'

એલેક્સ હાર્ટલેએ ભારતના વિજેતા બનવાની ભવિષ્યવાણી કરી

જેમ્સ એન્ડરસનની સાથે અન્ય ક્રિકેટ એક્સપર્ટે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ બોલર જોનાથન એગ્નૂએ ભારતને વર્લ્ડ કપ 2023નો વિજેતા ગણાવ્યો અને ન્યુઝીલેન્ડ ટીમના સેમિફાઈનલમાં પહોંચવાનો દાવો કર્યો હતો. વુમન્સ વર્લ્ડ કપ વિજેતા એલેક્સ હાર્ટલેએ પણ ભારતીય ટીમના વિજેતા બનવાની ભવિષ્યવાણી કરી હતી. તેણે ભારત સાથે ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાનની ટીમના સેમિફાઈનલમાં પહોંચવાની ભવિષ્યવાણી કરી હતી. જયારે વેસ્ટ ઇન્ડીઝના ખેલાડી કાર્લોસ બ્રેથવેટે ઇંગ્લેન્ડને ચેમ્પિયન તરીકે પસંદ કર્યું હતું.     

ભારત ફાઈનલમાં હારશે, પાકિસ્તાન સેમીફાઈનલમાં પણ નહીં પહોંચે', આ દિગ્ગજ ખેલાડીએ કરી ભવિષ્યવાણી 2 - image


Google NewsGoogle News