ટી 20 વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયાએ કરી ફાઈનલ ટીમની જાહેરાત, આ બે ખેલાડીઓ પણ ટીમની સાથે જશે
Image Source: Twitter
Australia T20 World Cup 2024 Squad: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એ વાતનું એલાન કરી દીધું છે કે, વિસ્ફોટક યુવા ઓપનર જેક ફ્રેસર મેકબર્ગ અને ઓલરાઉન્ડર મેથ્યૂ શોર્ટ ટી 20 વર્લ્ડકપ 2024 માટે ટીમ સાથે USA અને વેસ્ટઈન્ડિઝનો પ્રવાસ કરશે. આ બંને ખેલાડીઓને બોર્ડે ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે ટીમમાં સામેલ કર્યા છે. જો કે, આ ખેલાડીઓ ત્યાં સુધી ફાઈનલ ફિફ્ટીનનો હિસ્સો નહીં હશે જ્યાં સુધી કોઈ ખેલાડીને ઈજા કે અન્ય કારણોસર ટુર્નામેન્ટમાંથી બહાર ન કરવામાં આવે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ફાઈનલ ટીમનું એલાન કરી દીધુ છે. બોર્ડે 15 સભ્યોની ટીમમાં કોઈ ફેરફાર નથી કર્યો.
જેક ફ્રેસર મેકગર્કને ડેવિડ વોર્નરના રિપ્લેસમેન્ટ તરીકે પણ જોઈ શકાય છે. ડેવિડ વોર્નર IPL 2024ના બીજા હાફમાં નજર નહોતો આવ્યો કારણ કે, તેના ડાબા હાથમાં હાડકામાં ઈજા છે. જો તે સમયસર ફિટ નહીં થાય તો વોર્નરની જગ્યાએ ફ્રેસર મેકગર્કને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. બીજી તરફ ઓલરાઉન્ડર મેથ્યુ શોર્ટને કોઈ ઓલરાઉન્ડર ઈજાગ્રસ્ત થવા પર ફાઈનલ 15માં સ્થાન મળી શકે છે પરંતુ હાલમાં કોઈને ઈજા નથી.
બીજી તરફ સ્પિનર તનવીર સંઘાને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે પહેલા ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે ટીમ સાથે મોકલવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તે ઈજાગ્રસ્ત છે. આવી સ્થિતિમાં તેનો USA અને વેસ્ટ ઈન્ડિઝ જવાનો પ્લાન રદ્દ થઈ ગયો છે. ફ્રેસર મેકગર્કનું શાનદાર IPL અભિયાન તેને 15 સભ્યોની ટીમમાં સાથન મેળવવાની નજીક હતો જેની પુષ્ટિ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ICCની 25 મેની સમયમર્યાદા પહેલા કરી હતી પરંતુ ડેવિડ વોર્નર-ટ્રેવિસ હેડ-મિચેલ માર્શના ટોપના ક્રમની તાકાતને કારણે તે ટ્રાવેલિંગ રિઝર્વમાં છે.
ઓસ્ટ્રેલિયાની ટીમ આ પ્રકારની છે
મિચેલ માર્શ (કેપ્ટન), એશ્ટન એગર, પેટ કમિન્સ, ટિમ ડેવિડ, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, મેથ્યુ વેડ (વિકેટકીપર), ડેવિડ વોર્નર અને એડમ ઝમ્પા.
ટ્રાવેલિંગ રિઝર્વ - જેક ફ્રેસર મેકગર્ક અને મેથ્યુ શોર્ટ.