Get The App

યશસ્વી જયસ્વાલના નિશાના પર મોટો રેકોર્ડ, સ્ટોક્સ અને મેક્કુલમને પાછળ છોડવાની તક

યશસ્વી જયસ્વાલે 4 ટેસ્ટ મેચમાં 93.57ની એવરેજથી 655 રન બનાવ્યા છે

આ દરમિયાન જયસ્વાલે બે બેવડી સદી પણ ફટકારી છે

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
યશસ્વી જયસ્વાલના નિશાના પર મોટો રેકોર્ડ, સ્ટોક્સ અને મેક્કુલમને પાછળ છોડવાની તક 1 - image
Image:File Photo

Yashasvi Jaiswal : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી અને પાંચમી મેચ 7 માર્ચથી ધર્મશાલામાં રમાનાર છે. ભારતીય ટીમનો યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે આ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ઇંગ્લેન્ડ સામેની આ ટેસ્ટ સીરિઝમાં તે સૌથી વધુ રન બનાવનાર બેટર છે. આ સાથે તે આ સીરિઝમાં બેવડી સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી પણ છે. યશસ્વીએ ચાર  મેચ દરમિયાન ઘણાં રેકોર્ડ પોતાના નામેફ કર્યા છે અને સીરિઝની અંતિમ મેચ દરમિયાન તે વધુ એક સિદ્ધિ મેળવવાની નજીક છે.

જયસ્વાલ મેળવશે ‘યશસ્વી’ સિદ્ધિ!

યશસ્વી જયસ્વાલ ટેસ્ટ મેચોમાં એક કેલેન્ડર વર્ષમાં બેટર દ્વારા ફટકારવામાં આવેલા સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ તોડવાની નજીક છે. જયસ્વાલે વર્ષ 2024માં માત્ર બે મહિનામાં 23 છગ્ગા ફટકાર્યા છે. ભારતીય ટીમના આ વર્ષના શેડ્યુલમાં ટેસ્ટ મેચની સંખ્યા વધુ છે, આવી સ્થિતિમાં તે પોતાના છગ્ગાની સંખ્યા વધારવામાં સફળ થઇ શકે છે. આ યાદીમાં યશસ્વી જયસ્વાલથી આગળ ઈંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેક્કુલમ છે, જેણે વર્ષ 2014માં 33 છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન બેન સ્ટોક્સે વર્ષ 2022માં 26 છગ્ગા ફટકાર્યા હતા.

જયસ્વાલ રેકોર્ડ બનાવવાથી માત્ર 45 રન દૂર

આ ઉપરાંત યશસ્વીને આ સીરિઝમાં 700 રન પૂરા કરવા માટે 45 રનની જરૂર છે. જો યશસ્વી ધર્મશાલામાં રમાનારી પાંચમી ટેસ્ટમાં 45 રન બનાવવામાં સફળ રહેશે તો તે ભારત-ઈંગ્લેન્ડ સીરિઝમાં 700 રન બનાવનાર પ્રથમ ભારતીય બેટર બની જશે. ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાં માત્ર ગ્રેહામ ગૂચ અને જો રૂટ જ 700 રનનો આંકડો પાર કરી શક્યા છે. વર્ષ 1990માં ગૂચે 752 રન બનાવ્યા હતા જ્યારે વર્ષ 2021માં રૂટે 737 રન બનાવ્યા હતા.

યશસ્વી જયસ્વાલના નિશાના પર મોટો રેકોર્ડ, સ્ટોક્સ અને મેક્કુલમને પાછળ છોડવાની તક 2 - image


Google NewsGoogle News