રવિંદ્ર જાડેજાએ છોડ્યો કેચ, તો પત્ની રિવાબા થયા નિરાશ, જુઓ VIDEO

જાડેજાએ મોહમ્મદ શમીની ઓવરમાં રચિન રવિન્દ્રનો ખુબ જ આસાન કેચ છોડી દીધો હતો

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
રવિંદ્ર જાડેજાએ છોડ્યો કેચ, તો પત્ની રિવાબા થયા નિરાશ, જુઓ VIDEO 1 - image
Image:Social Media

World Cup 2023 IND vs NZ : ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા દુનિયાના બેસ્ટ ફિલ્ડરમાંથી એક છે. તેણે ઘણાં મુશ્કેલ કેચ પકડ્યા છે. જો કે જાડેજાએ ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી ODI World Cup 2023ની મેચ(Ravindra Jadeja Dropped Catch Of Rachin Ravindra)માં ખૂબ જ આસાન કેચ છોડ્યો હતો, જેને જોઇને માત્ર ક્રિકેટ ફેન્સ જ નહીં પરંતુ તેની પત્ની રિવાબા પણ આશ્ચર્યચકિત રહી ગઈ હતી.

રિવાબાનો રિએક્શન થયો વાયરલ

રવિન્દ્ર જાડેજાએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ODI World Cup 2023ની મેચમાં રચિન રવિન્દ્રને જીવનદાન આપ્યું હતું. રચિને આ જીવનદાનનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો હતો. જાડેજાએ મોહમ્મદ શમીની ઓવરમાં રચિન રવિન્દ્રનો ખુબ જ આસાન કેચ છોડી દીધો હતો. ત્યારે તે 12 રનના સ્કોર પર રમી રહ્યો હતો. સ્ટેડિયમમાં મેચ જોવા આવેલી રિવાબાને વિશ્વાસ ન થયો કે જાડેજા(Rivaba jadeja's Reaction On Dropped Catch By Ravindra Jadeja)એ આટલો આસાન કેચ છોડી દીધો અને તેનો રિએક્શન વાયરલ થઇ ગયો હતો. 

રવિંદ્ર જાડેજાએ છોડ્યો કેચ, તો પત્ની રિવાબા થયા નિરાશ, જુઓ VIDEO 2 - image


Google NewsGoogle News