ફક્ત 7 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ આ ટીમ, T20I ક્રિકેટમાં સૌથી શરમજનક પરાજય
(Image: Nigeria Cricket Federation) |
Lowest T20 Total Ever: ICC મેન્સ T20 વર્લ્ડ કપ આફ્રિકા સબ રિજનલ ક્વોલિફાયર C 2024માં નાઈજીરિયા અને આઈવરી કોસ્ટ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં, T20ના ઈતિહાસમાં આવું ભાગ્યે જ પ્રથમ વખત બન્યું છે, જ્યારે કોઈ ટીમ કોઈ ટાર્ગેટ હાંસલ કરતી વખતે માત્ર 7 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હોય. આ શરમજનક રેકોર્ડ હવે આઈવરી કોસ્ટની ટીમના નામે નોંધાઈ ગયો છે.
7 રનમાં જ સમેટાઈ આઇવરી કોસ્ટની ટીમ
આ મેચ જીતવા માટે નાઈજીરિયાએ આઈવરી કોસ્ટને 272 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે હાંસલ કરવા આઇવરી કોસ્ટની ટીમ 7.3 ઓવરમાં માત્ર 7 રનમાં જ સમેટાઇ ગઇ હતી. આ મેચમાં આઈવરી કોસ્ટના સાત બેટર પોતાનું ખાતું પણ ખોલી શક્યા ન હતા. આ સિવાય ત્રણ બેટરએ 1-1-1 રન અને એક બેટરએ 4 રન બનાવ્યા હતા. નાઈજીરિયાના બે બોલરોએ 3-3 અને એક બોલરે 2 વિકેટ ઝડપી હતી.
નાઈજીરિયાએ બનાવ્યા 271 રન
આ મેચમાં નાઈજીરિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી. જેમાં 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 271 રન બનાવ્યા હતા. જેમાં નાઈજીરિયાના સેલિમ સલાઉએ શાનદાર સેન્ચુરી ફટકારી હતી. સેલીમ સલાઉએ પોતાની ઇનિંગ દરમિયાન 13 ફોર અને 2 શાનદાર સિક્સર ફટકારી હતી. તેમજ નાઈજીરિયાએ આ મેચ 264 રનથી જીતી લીધી હતી.