IND vs PAK : ભારત-પાકિસ્તાન મેચમાં ‘આતંક વિરુદ્ધ યુદ્ધ’નું પોસ્ટર, ઈઝરાયેલે કહ્યું, ભારતનો આભાર

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ભારત-પાકિસ્તાન મેચમાં ચોંકાવનારું પોસ્ટર જોવા મળ્યું

પોસ્ટરમાં ઈઝરાયેલના PM નેતાન્યાહુ અને ભારતના PM મોદીની તસવીર પણ જોવા મળી

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
IND vs PAK : ભારત-પાકિસ્તાન મેચમાં ‘આતંક વિરુદ્ધ યુદ્ધ’નું પોસ્ટર, ઈઝરાયેલે કહ્યું, ભારતનો આભાર 1 - image

અમદાવાદ, તા.14 ઓક્ટોબર-2023, શનિવાર

World Cup 2023 India vs Pakistan : આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ભારત-પાકિસ્તાન (India Vs Pakistan)ની મેચ દરમિયાન એક ચોંકાવનારું પોસ્ટર જોવા મળ્યું હતું. આ પોસ્ટર માત્ર ભારતમાં જ નહીં પણ ઈઝરાયેલ દ્વારા પણ ધ્યાને લેવાયું છે અને ભારતનો આભાર માન્યો છે. દરમિયાન હાલ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ (Israel-Hamas War) ચાલી રહ્યું છે, ત્યારે આજની મેચમાં જોવા મળેલ પોસ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુની (PM Benjamin Netanyahu) તસવીર જોવા મળી રહી છે. ઉપરાંત પોસ્ટરમાં ભારતે ઈઝરાયેલને આપેલા સમર્થનનો પણ ઉલ્લેખ કરાયો છે.

વાયરલ પોસ્ટર પર ઈઝરાયેલે કહ્યું, ધન્યવાદ ભારત

ભારત-પાકિસ્તાની મેચ દરમિયાન એક દર્શક સ્ટેન્ડ પર પોસ્ટર લહેરાવતા જોવા મળ્યા. તે દર્શકની તસવીર પણ ખુબ વાયરલ થઈ રહી છે. તે દર્શકે પોસ્ટરમાં લખ્યું હતું કે, ‘ભારત આતંકવાદ વિરુદ્ધના આ યુદ્ધમાં ઈઝરાયેલ સાથે ઉભો છે.’ દર્શકે પોસ્ટરમાં નીચે તેનું નામ પણ લખ્યું છે. એક્સ પર @siddhantvmના એકાઉન્ટ પરથી આ પોસ્ટરવાળી તસવીર શેર કરાયું છે. આ પોસ્ટર પર ઈઝરાયેલે પણ જવાબ આપ્યો છે. હમાસ વિરુદ્ધ યુદ્ધ લડી રહેલા ઈઝરાયેલે જવાબમાં ધ્વજ અને દિલની ઈમોજી સાથે લખ્યું કે, ધન્યવાદ ભારત...

ઈઝરાયે-હમાસના યુદ્ધમાં લગભગ 3000ના મોત

ઈઝરાયેલ માટે 7મી ઓક્ટોબર ઈતિહાસનો સૌથી ગોજારો દિવસ હતો. આ દિવસે હમાસના આતંકવાદીઓએ અચાનક ઈઝરાયેલ પર ધડાધડ મિસાઈલ મારો અને ફાયરિંગ શરૂ કર્યું, એટલું જ નહીં આતંકવાદીઓએ ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરી ભારે ખુંવારી સર્જી... આ હુમલા બાદ ઘણા ઈઝરાયેલીઓના મોત થયા તો સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા. ત્યારથી અત્યાર સુધીમાં ઈઝરાયેલમાં 1300થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ઈઝરાયેલે વળતો જવાબ આપી હવાઈ હુમલામાં ગાઝામાં 1530થી વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. ઈઝરાયેલે લગભગ 1500 હમાસ આતંકવાદીઓને ઈઝરાયેલની અંદર ઠાર કર્યા હોવાનો દાવો કર્યો છે.


Google NewsGoogle News