જૂના અંદાજમાં દેખાયો ઈશાન કિશન : સ્ટમ્પ પાછળથી પકડ્યા ત્રણ શાનદાર કેચ, વીડિયો વાઇરલ
Buchi Babu tournament, Ishan Kishan: ભારતીય ટીમમાંથી બહાર અને જેનો કોન્ટ્રકટ બીસીસીઆઈએ છીનવી લીધો હતો એ જ ઈશાન કિશને હવે પોતાના બેટ દ્વારા ટીકાકારોને જવાબ આપ્યો છે. તમિલનાડુમાં ચાલી રહેલી બૂચી બાબુ ટુર્નામેન્ટની પહેલી જ મેચમાં ઈશાને વિસ્ફોટક સદી ફટકારી હતી. સમાચાર લખાય છે ત્યાં સુધી ઈશાને 88 બોલમાં 105 રન બનાવ્યા હતા અને તેના બેટમાંથી 10 છગ્ગા ફટકાર્યા હતા.
સદી માટેના 71 ટકા રન છગ્ગા અને ચોગ્ગાથી બનાવ્યા
બુચી બાબુ ટૂર્નામેન્ટમાં ઈશાન કિશન ઝારખંડની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ઈશાન છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો અને આવતાની સાથે જ બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. ઈશાને મધ્ય પ્રદેશના બોલરોને ઘૂંટણીયે લાવી દીધા હતા. તેણે રામવીર ગુર્જર, અધીર પ્રતાપ સિંહ અને આકાશ રાજાવત સામે સૌથી વધુ રન બનાવ્યા હતા. આ ત્રણેય બોલરો સામે તેણે 8 છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય તેણે પારુષ મંડલના બોલ પર છગ્ગો લગાવ્યો હતો. ઈશાનની ઈનિંગ્સ કેટલી શાનદાર હતી તેનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે તેણે પોતાની સદી માટેના 71 ટકા રન છગ્ગા અને ચોગ્ગાથી બનાવ્યા હતા.
પુનરાગમનના માર્ગ પર એક પગલું આગળ વધાર્યું
ઈશાન કિશન ગયા વર્ષથી ભારતીય ટીમની બહાર છે. તે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ અધવચ્ચે છોડીને પાછો ફર્યો હતો. ત્યારબાદ આપીએલ પહેલા તે વિવાદમાં આવી ગયો હતો. કારણ કે તેણે એનસીએની બદલે વડોદરામાં હાર્દિક પંડ્યા સાથે ટ્રેનિંગ લીધી હતી. આ પછી ઈશાને આઈપીએલમાં મિશ્ર પ્રદર્શન કર્યું હતું. તેને T20 વર્લ્ડકપની ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે ઈશાન ત્યારે જ ભારતીય ટીમમાં પરત ફરી શકશે કે જ્યારે તે ઘરેલુ ક્રિકેટ રમશે. હવે ઈશાને બુચી બાબુ ટુર્નામેન્ટમાં રમવાનું નક્કી કર્યું હતું. ઝારખંડે તેને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. અને હવે તેણે પહેલી જ મેચમાં શાનદાર સદી ફટકારીને પુનરાગમનના માર્ગ પર એક પગલું આગળ વધાર્યું છે.
ઇશાન કિશને ટુર્નામેન્ટમાં શાનદાર બેટિંગ સાથે જોરદાર વિકેટકીપિંગ કરી ઘણાં કેચ પકડ્યા હતા. એક વીડિયોમાં ઈશાન વિકેટની પાછળ શાનદાર કેચ લેતો જોવા મળી રહ્યો છે, જેણે ક્રિકેટ પ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.