Get The App

ટીમ ઈન્ડિયાથી બહાર થયેલા સ્ટાર ક્રિકેટરની ધુંઆધાર બેટિંગ, ફરી ફટકારી સેન્ચુરી, ફેન્સ થયા ખુશ

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
ટીમ ઈન્ડિયાથી બહાર થયેલા સ્ટાર ક્રિકેટરની ધુંઆધાર બેટિંગ, ફરી ફટકારી સેન્ચુરી, ફેન્સ થયા ખુશ 1 - image
Image Twitter 

Ishan kishan hits brileant Century : ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર રહેલા વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન ફરી એકવાર ધુંઆધાર બેટિંગ કરી બધાને પ્રભાવિત કર્યા છે. દુલીપ ટ્રોફીમાં મેદાને ઉતરેલા આ બેટરે ઈન્ડિયા B વિરુદ્ધ ઈન્ડિયા C માટે શાનદાર સદી ફટકારી હતી, જેના કારણે તેણે ટીકાકારોને ચૂપ કરી દીધા. બાંગ્લાદેશ સામે પસંદ કરાયેલી ટેસ્ટ ટીમમાં તેને સ્થાન મળવાની આશા હતી પરંતુ સિલેક્શન કિમિટીએ તેને તક ન આપી. દુલીપ ટ્રોફીમાં પોતાને સાબિત કરવા મેદાને ઉતરેલા ઈશાને પહેલી જ મેચમાં સદી ફટકારીને જવાબ આપ્યો હતો.

ભારતીય ક્રિકેટ ટીમમાં વાપસીની રાહ જોઈ રહ્યો છે ઈશાન 

ઈશાન કિશન ભારતીય ક્રિકેટ ટીમમાં વાપસીની રાહ જોઈ રહ્યો છે. વર્ષ 2023માં દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ ટીમમાંથી નામ પરત લીધા પછી તે ટીમની બહાર નીકળી ગયો છે. તેને સ્થાનિક ક્રિકેટમાં પોતાને સાબિત કરવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ તે રમવા નહોતો આવ્યો. એ પછી ઈશાન કિશનને પણ BCCIના વાર્ષિક કરારમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. હવે તેણે ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરી છે. પહેલા બુચી બાબુએ ટૂર્નામેન્ટમાં ઝારખંડ તરફથી રમતા સદી ફટકારી હતી અને હવે તેણે દુલીપ ટ્રોફીમાં પણ સદી ફટકારી છે.

દુલીપ ટ્રોફીમાં ઈશાનની શાનદાર સદી

દુલીપ ટ્રોફીની પહેલી મેચમાં ઈજાના કારણે મેચમાંથી બહાર રહેલા ઈશાન કિશનને બીજી મેચમાં તક મળતા જ ધમાકો કર્યો હતો. તેણે ઈન્ડિયા C માટે શાનદાર સદી ફટકારી હતી. તેણે 120 બોલમાં 14 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવી સદી ફટકારીને ટીમને મજબૂત સ્થિતિએ પહોંચાડી હતી. ટીમે 97 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી, અને ઈશાને બાબા અપરાજિત સાથે મળીને ટીમને 300 રનની નજીક પહોંચાડી દીધી હતી. સદી બાદ ઝડપી રન બનાવવાની કોશિશમાં તે 111 રનના સ્કોર પર મુકેશ કુમારના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. 126 બોલનો સામનો કરતા ઈશાન કિશને 14 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.


Google NewsGoogle News