ઈશાન કિશનનું દિલ આવ્યું મિસ ઈન્ડિયા ફાઈનાલિસ્ટ પર, સુંદરતામાં મોટી મોટી એક્ટ્રેસને આપે છે ટક્કર

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
ઈશાન કિશનનું દિલ આવ્યું મિસ ઈન્ડિયા ફાઈનાલિસ્ટ પર, સુંદરતામાં મોટી મોટી એક્ટ્રેસને આપે છે ટક્કર 1 - image
Image Twitter 

Ishan Kishan Girlfriend: ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન હાલમાં બુચી બાબુ ટૂર્નામેન્ટમાં ઝારખંડ તરફથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ઘણા લાંબા સમય પછી ઈશાન રેડ બોલ ક્રિકેટમાં પરત ફર્યો છે. ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ હવે વિકેટકીપર બેટ્સમેન ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમમાં વાપસી કરવાનો રસ્તો શોધી રહ્યો છે.

તો બીજી બાજુ ઈશાન પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહ્યો છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે ઈશાન કિશનની સુંદર ગર્લફ્રેન્ડ મિસ ઈન્ડિયા ફાઈનલિસ્ટ રહી ચૂકી છે. હવે બધા જાણવા ઈચ્છે છે કે ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ કોણ છે?

કોણ છે ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા?

ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા એક મોડલ છે અને સોશિયલ મીડિયા પર પણ તે ખૂબ એક્ટિવ જોવા મળે છે. વર્ષ 2017માં અદિતિ મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટની ફાઈનલિસ્ટ હતી. આ ઉપરાંત તેણે વર્ષ 2018માં મિસ સુપરનેશનલ ઈન્ડિયાનો ખિતાબ પણ જીત્યો હતો. જો કે ઈશાન અને અદિતિના નામ એકબીજા સાથે જોડાયેલા છે, પરંતુ, આજ સુધી બંનેમાંથી કોઈએ તેમના સંબંધો વિશે ક્યારેય કાઈજ બોલ્યા નથી. હાલમાં સોશિયલ મીડિયા પર તેમના સંબંધોની વારંવાર ચર્ચા જોવા મળતી હોય છે. અદિતિ સુંદરતામાં બોલિવૂડની કોઈપણ અભિનેત્રીથી કમ નથી. 

આઈપીએલ મેચ જોવા આવી હતી અદિતિ 

IPL 2019માં મુંબઈ ઈન્ડિયન્સની મેચ દરમિયાન અદિતિ ટીમને ચીયર કરવા સ્ટેડિયમ પહોંચી હતી. ત્યાર બાદ બંનેના નામની ચર્ચાઓ ઉડવા લાગી હતી. જોકે, ઈશાન કે અદિતિમાંથી કોઈએ ક્યારેય તેમના સંબંધો વિશે ખુલીને વાત નથી કરી.

એક એવી એ પણ જાણવા મળી હતી કે, જ્યારે જ્યારે ઈશાને ક્રિકેટમાં સારી ઇનિંગ રમી છે, ત્યારે અદિતિએ સોશિયલ મીડિયા પર વિકેટકીપર બેટ્સમેનનો ફોટો શેર કર્યો છે. વર્ષ 2022માં જ્યારે ઈશાન કિશને ODI ક્રિકેટમાં પોતાની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. તે સમયે પણ અદિતિએ તેની તસવીરો શેર કરીને ઈશાન કિશન પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો.


Google NewsGoogle News