IPL 2024: ઈશાન કિશનને ભારે પડી ભૂલ, BCCIએ તાબડતોબ લીધા એક્શન, સંભળાવી કડક સજા

Updated: Apr 28th, 2024


Google NewsGoogle News
IPL 2024: ઈશાન કિશનને ભારે પડી ભૂલ, BCCIએ તાબડતોબ લીધા એક્શન, સંભળાવી કડક સજા 1 - image


Ishan Kishan Fined:  મુંબઈ ઈન્ડિયન્સના વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન પર શનિવારે 27 એપ્રિલના રોજ અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચ દરમિયાન IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. BCCIએ ઈશાન કિશનને ફટકાર લગાવતા મેચ ફીના 10% દંડ ફટકાર્યો છે. આ મેચમાં MIને 10 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 257 રન બનાવ્યા હતા જેના જવાબમાં મુંબઈ માત્ર 247 રન જ બનાવી શકી હતી.

BCCI દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ પ્રમાણે કિશનએ IPL કોડ ઓફ કંડક્ટની કલમ 2.2 હેઠળ લેવલ 1નો ગુનો કર્યો છે. તેણે ગુનો કબૂલ કર્યો છે અને મેચ રેફરીની મંજૂરી સ્વીકારી લીધી છે. પ્રેસ રિલીઝમાં આગળ કહ્યું છે કે, આચાર સંહિતાના લેવલ 1ના ઉલ્લંઘન માટે મેચ રેફરીનો નિર્ણય અંતિમ છે.

ઈશાન કિશન પર IPL આચાર સંહિતાની કલમ 2.2 હેઠળ લેવલ 1ના ગુનાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમાં ક્રિકેટના ધોરણોની બહારની કાર્યવાહીઓ સામેલ છે, જેમાં જાહેરાત બોર્ડ, બાઉન્ડ્રી ફેન્સ અને અન્ય ફિક્સ્ચને નુકસાન પહોંચાડવાની સાથે મેચ દરમિયાન ક્રિકેટ સાધનોનો દુરુપયોગ સામેલ છે.

જોકે, BCCIએ પ્રેસ રિલીઝમાં એ સ્પષ્ટ નથી કર્યું કે, ઈશાન કિશને મેચ દરમિયાન કઈ ભૂલ કરી હતી. પરંતુ એ સ્પષ્ટ છે કે તેમાં કલમ 2.2નું ઉલ્લંઘન સામેલ છે. આ દંડ ખેલાડીઓ પર રમતની અખંડિતતા જાળવી રાખવા અને લીગ દ્વારા નિર્ધારિત આચરણના ધોરણોનું પાલન કરવા માટે લગાવવામાં આવે છે.


Google NewsGoogle News