ઈશાન કિશને 23 બોલમાં 77 રન ફટકારી રચ્યો ઇતિહાસ, ટીમે પણ બનાવ્યો વર્લ્ડ રૅકૉર્ડ
Image: Facebook
Syed Mushtaq Ali Trophy: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રૅકોર્ડ પર રૅકોર્ડ બનાવવાનો સિલસિલો ચાલુ છે. શુક્રવાર 29 નવેમ્બરે ઝારખંડ અને અરુણાચલ પ્રદેશની વચ્ચે એક મેચ દરમિયાન ઈશાન કિશને 334.78ના સ્ટ્રાઇક રેટની સાથે શાનદાર ઇનિંગ રમીને ઈતિહાસ રચ્યો. તેની આ ઇનિંગના દમ પર ઝારખંડની ટીમ વર્લ્ડ રૅકોર્ડ બનાવવામાં સફળ રહી. આ મેચમાં અરુણાચલની ટીમ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં માત્ર 93 રન જ બનાવવામાં સફળ રહી હતી. આ સ્કોરનો પીછો ઝારખંડે લગભગ 27 બોલમાં કરી લીધો. ઈશાન કિશને પોતાની ઇનિંગ દરમિયાન 5 ચોગ્ગા અને 9 સિક્સર મારી. તેને પ્લેયર ઑફ ધ મેચના ઍવૉર્ડથી નવાઝવામાં આવ્યો.
અરુણાચલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ ટીમ માત્ર 93 રન પર આઉટ થઈ ગઈ જેમાં કોઈ પણ બેટ્સમેન 14 રનથી વધુ રન બનાવી શક્યો નહીં. અનુકૂલ રોય, જેને તાજેતરમાં જ આઈપીએલ ઑક્શનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) એ 40 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે ચાર વિકેટ લીધી. રવિ યાદવને ત્રણ સફળતાઓ મળી.
આ પણ વાંચો: એક રન પર આઉટ થયો IPL ઓક્શનનો સૌથી ચર્ચિત ખેલાડી વૈભવ સૂર્યવંશી, તેમ છતાં બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ
જવાબમાં ઝારખંડે માત્ર 27 બોલમાં આ ટાર્ગેટને ચેઝ કરી દીધો. ઈશાન કિશને આ દરમિયાન માત્ર 23 બોલ પર 334.78 ના સ્ટ્રાઇક રેટની સાથે 77 રન બનાવ્યા. કિશનની ઇનિંગ ટુર્નામેન્ટના ઇતિહાસમાં સ્ટ્રાઇક રેટના મામલે કોઈ પણ ખેલાડી દ્વારા સૌથી ઝડપી છે. તેણે અનમોલપ્રીત સિંહને સામાન્ય અંતરથી પાછળ છોડ્યો છે. સુરેશ રૈના બાદ કોઈ પણ ભારતીય દ્વારા આ બીજી સૌથી ઝડપી ઇનિંગ પણ છે. રૈનાએ આઇપીએલ 2014ના ક્વોલિફાયર 2માં કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ 25 બોલમાં 87 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
ઈશાન કિશનની આ ઇનિંગની સાથે ઝારખંડે પણ વર્લ્ડ રૅકોર્ડ બનાવ્યો. અરુણાચલ પ્રદેશ વિરુદ્ધ રન ચેઝ દરમિયાન ટીમનો રન રેટ 20.88નો હતો જે ટી20 ક્રિકેટના ઇતિહાસમાં 1 ઓવર રમનારી ટીમોમાં સૌથી વધુ છે. ઝારખંડે રોમાનિયાના વર્લ્ડ રૅકોર્ડને તોડ્યો જે તેણે 2021માં સર્બિયા વિરુદ્ધ બનાવ્યો હતો.