Get The App

2024 T20 વર્લ્ડકપ જીતવાની પ્રબળ દાવેદાર છે ટીમ ઇન્ડિયા, આ કારણે 16 વર્ષ બાદ ફરી બની શકે છે ચેમ્પિયન

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
2024 T20 વર્લ્ડકપ જીતવાની પ્રબળ દાવેદાર છે ટીમ ઇન્ડિયા, આ કારણે 16 વર્ષ બાદ ફરી બની શકે છે ચેમ્પિયન 1 - image


નવી  દિલ્હી,તા. 19 જાન્યુઆરી 2024, શુક્રવાર 

ICC T20 વર્લ્ડ કપ 2024 ની ટુર્નામેન્ટનાં હવે 4 મહિના બાકી છે. આ મેચનું સંપૂર્ણ શેડ્યૂલ પહેલાં જ જાહેર કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ 1લી જૂને રમાશે. ફાઈનલ મેચ 29 જૂને બારબાડોસમાં રમાશે. ક્રિકેટ વર્લ્ડ કપના આવા પ્લેટફોર્મ પર દરેક ક્રિકેટ પ્રેમી ભારત-પાકિસ્તાનની મેચ કેવી રીતે મિસ કરી શકે? ટી20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ 9 જૂને ન્યૂયોર્કમાં રમાશે.

આ વર્લ્ડ કપની તૈયારી કરવા માટે ટીમ ઈન્ડિયાએ હજુ ઘણું કરવાનું બાકી છે. ટીમથી લઈને પ્લેઈંગ-11 કોમ્બિનેશન પસંદ કરવા માટે ઘણું કરવાનું બાકી છે. 

એક તરફ આઈપીએલને લઈને ધૂમધામ હશે તો બીજી તરફ ભારતીય ટીમ મેનેજમેન્ટ પોતાનું કામ કરતું રહેશે. આ બધા વચ્ચે મોટો સવાલ એ છે કે, શું ટીમ ઈન્ડિયા 16 વર્ષ પછી ફરી T20 વર્લ્ડ કપ ઘરે લઇ જઇ શકશે?

ટીમ ઈન્ડિયા લાંબા સમયથી T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર છે. તે હજુ પણ T20 ચેમ્પિયન ઈંગ્લેન્ડ કરતા ઘણો આગળ છે. છેલ્લા એક વર્ષમાં ટીમ ઈન્ડિયાએ પણ આ ફોર્મેટમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. આંકડાઓ પર નજર કરીએ તો, છેલ્લા T20 વર્લ્ડ કપથી લઈને અત્યાર સુધી ટીમ ઈન્ડિયા 28 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. જેમાંથી 18 મેચમાં જીત મેળવી અને માત્ર 7 મેચ હારી છે. અહીં ભારતીય ટીમનો વિનિંગ રેશિયો 2.5થી વધુ રહ્યો છે. આ અન્ય ટીમો કરતાં ઘણો સારો છે. 

સૌથી મહત્વની વાત એ છે કે વર્લ્ડ કપ 2022માં સ્લો રન રેટના કારણે ટીકાનો સામનો કરનાર ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટથી અત્યાર સુધી પ્રતિ ઓવરની સરેરાશ 9.33 રન બનાવ્યા છે. એટલે કે ટીમ ઈન્ડિયાએ પોતાની એક મોટી નબળાઈને દૂર કરી છે. તેથી મેચના આંકડાઓ જોતા ટીમ ઈન્ડિયા આ વખતે T20 વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર દેખાઈ રહી છે.

ખેલાડીઓના વ્યક્તિગત પ્રદર્શન પર નજર  

T20 ઈન્ટરનેશનલમાં ભારતીય ખેલાડીઓનું વ્યક્તિગત પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે. યશસ્વી જયસ્વાલ અને રૂતુરાજ ગાયકવાડ T20 રેન્કિંગના ટોપ-10માં સામેલ છે. બોલિંગ રેન્કિંગમાં પણ ભારતના બે સ્પિનરો ટોપ-6 રેન્કિંગમાં છે. ઓલરાઉન્ડર રેન્કિંગમાં પણ એક ભારતીય ખેલાડી ટોપ-5માં આવે છે. એકંદરે ટીમ ઈન્ડિયા હાલમાં ટી-20 ક્રિકેટમાં ઘણી સંતુલિત દેખાઈ રહી છે.

ટીમની રમત દરેક ફોર્મેટમાં શાનદાર છે. વર્લ્ડ કપ 2023માં ભારતે ફાઈનલ સિવાયની તમામ મેચો એકતરફી રીતે જીતી છે. આંકડાઓ સિવાય ટીમ ઈન્ડિયા પણ T20 વર્લ્ડ કપ જીતવાની દાવેદાર દેખાઈ રહી છે. તેનું મોટું કારણ એ છે કે, ટીમ ઈન્ડિયા આ સમયે ખૂબ જ એકજૂટ નજર આવી રહી છે. ટેલેન્ટ પણ પુષ્કળ છે. આ તમામ બાબતો એવી આશા ઉભી કરે છે કે, 16 વર્ષ બાદ ફરી એકવાર T20 વર્લ્ડ કપ ટીમ ઇન્ડિયાના નામે થઇ શકે છે.


Google NewsGoogle News