Get The App

ટી20 વર્લ્ડકપની રેસમાં સૌથી આગળ છે રિષભ પંત? KL રાહુલ આપી રહ્યો છે ટક્કર, પણ આ ખેલાડી પછડાયો

Updated: Apr 25th, 2024


Google NewsGoogle News
ટી20 વર્લ્ડકપની રેસમાં સૌથી આગળ છે રિષભ પંત? KL રાહુલ આપી રહ્યો છે ટક્કર, પણ આ ખેલાડી પછડાયો 1 - image


Image: Facebook

IPL 2024: રિષભ પંતે ગુજરાત ટાઈટન્સ સામે વિસ્ફોટક ઈનિંગ રમી. તેણે IPL 2024માં અત્યાર સુધીનું કમાલનું પ્રદર્શન કર્યું છે. તેના વખાણ ઘણા ક્રિકેટર્સ કરી ચૂક્યાં છે. વરુણ એરોનનું માનવું છે કે પંતે ટી20 વર્લ્ડ કપ 2024 માટે પોતાની ટિકિટ લગભગ પાક્કી કરી લીધી છે પરંતુ પંતના IPL 2024ના પ્રદર્શનને જોઈએ તો બેટિંગની સાથે-સાથે વિકેટકીપિંગમાં પણ સારો રહ્યો છે. ટીમ ઈન્ડિયા પંતની સાથે-સાથે ઈશાન કિશન અને કેએલ રાહુલ પણ નજર રાખી રહી હશે.

રિષભ પંતે ગુજરાત ટાઈટન્સ સામે 43 બોલનો સામનો કરતા 88 રન બનાવ્યાં. તેણે 5 ચોગ્ગા અને 8 સિક્સર મારી. રિષભનો આ ઈનિંગમાં 204.65 સ્ટ્રાઈટ રેટ રહ્યો. તેણે IPL 2024માં કેકેઆર અને સીએસકે વિરુદ્ધ પણ હાફ સેન્ચુરી ફટકારી હતી. જો આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની લિસ્ટ પર નજર નાખીએ તો પંત ત્રીજા નંબરે છે. પંતે 9 મેચમાં 342 રન બનાવ્યાં છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 88 રન રહ્યો છે. 

શા માટે પંતને ટી20 વર્લ્ડ કપ માટે મળી શકે છે પ્રાથમિકતા

ટીમ ઈન્ડિયાની સિલેક્શન કમિટી ટી20 વર્લ્ડ કપ 2024 માટે ઈશાન કિશન, કેએલ રાહુલ અને પંત પર નજર રાખી રહી હશે. જો આ ત્રણેય પ્લેયર્સમાંથી આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીની વાત કરીએ તો તે પંત છે. તેણે વિકેટકીપિંગમાં પણ કમાલ કરી બતાવી છે. પંતે આ સિઝનમાં 10 કેચ લીધાં છે અને 3 સ્ટમ્પ્સ પણ કર્યાં છે. રાહુલ પણ ટક્કરમાં છે. તેણે 8 મેચમાં 302 રન બનાવ્યાં. રાહુલે 9 કેચ અને 2 સ્ટમ્પ્સ કર્યાં છે. ઈશાન હાલ આ રેસમાં પાછળ લાગી રહ્યો છે. 

વરુણ એરોનને પંતનું પ્રદર્શન ગમ્યું

ભારતીય ક્રિકેટર વરુણ એરોને પંતના વખાણ કર્યાં છે. તેણે કહ્યું કે રિષભ પંતે ગુજરાત ટાઈટન્સ સામે દમદાર ઈનિંગ બાદ જ ટી20 વર્લ્ડ કપ માટે પોતાની જગ્યા લગભગ પાક્કી કરી લીધી છે. પંતે ગુજરાત સામે 5 ચોગ્ગા અને 8 સિક્સરની મદદથી 88 રન બનાવ્યાં. દિલ્હીએ આ મેચ 4 રનથી જીતી. 


Google NewsGoogle News